
તે જ રીતે કંપનીઓને આદેશ આપી તેમના કોન્ફરન્સ કોલ્સ, બોર્ડ મીટીંગ્સ, એજીએમ અને અન્ય બેઠકો પણ આ સમયમાં ન યોજે એવી સૂચના આપી, કંપનીઓના વડાઓ અને પ્રતિનિધિઓને ચાલુ બજારે ઇલેક્ટ્રોનિક મિડીયામાં માઇલેજ મેળવવા આવવા પર પ્રતિબંધ લાદી દઇ નાના રોકાણકારોને મોટી ઉથલપાથલમાંથી બચાવી લેવાની જરૂર છે. બજારો પર અસર કરતી સરકારી જાહેરાતો પર લગામ કસી શકે તેવી સેબી એક જ એજન્સી છે અને માર્કેટ સેન્સીટીવ ઇન્ફર્મેશન ધરાવતા લોકોને ચાલુ બજારે તેની જાહેરાતો કરી કળા કરી જવાનો કોઇ વિશેષાધિકાર નથી એવું સેબીએ પ્રસ્થાપિત કરવું પડશે અને એવું નહીં કરે તો લોકો સમજી જશે કે સેબી અને સીબીઆઇમાં કોઇ જ ફરક નથી. આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં વધુ એક ઘટાડાના કારણે બેન્કિંગ સેક્ટરના શેર્સમાં દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ જોવા મળી છે. ટોચની બેન્કિંગ કંપનીના શેર્સ 52 સપ્તાહના તળિયા નજીક સરક્યા છે.ખેર મૂળ વાત પર આવીએ તો સેન્સેક્સ હજૂ 37673.31 છે. સેન્સેક્સનો સનેડો જારી છે. (લેખક : વરિષ્ઠ પત્રકાર અને આર્થિક સલાહકાર છે.)
માર્કેટ ઇકોનોમિ
કનુ જે દવે
બિનજરૂરી ઊથલપાથલને ટાળવા માટે સેબીએ હિમ્મત કરી આદેશ કરવાની જરૂર છે
સેન્સેક્સનો સનેડો પૂરો કરતાં પહેલા સુંદરકાંડનો એક દોહો ટાંકવાનુ મન થાય છેઃ સગુન ઉપાસક પરહિત નિરત નીતિ દ્રઢ નેમI
તે નર પ્રાન સમાન મમ જિન્હ કે દ્વિજ પદ પ્રેમII
વિજયા દશમીનો વિશેષ સંદેશ : રોકાણ, સોદા કરતા પહેલા તમારા સેબી રજીસ્ટર્ડ સલાહકારની સલાહ લેશો તો વિજય તમારો જ છે એવો ઉદ્ ઘોષ કરી વિરમુ છું.
વિજયાદશમીનો વિજયી સંદેશ
RBIએ વ્યાજદરમાં વધુ કપાત કરતા બેન્કિંગ શેર્સને વધુ ડામ
યસ બેન્ક: મંગળવારે 29 થઇ શુક્રવારે 42 થયો છે. આ બેન્કમાં પહેલી વાર કૌભાંડની ગંધ આવી ત્યારે બેન્ક જોરશોરથી જાહેરાત કરતી હતી કે સે યસ ટૂ યસ બેન્ક, ત્યારે આ કોલમના માધ્યમથી અમે કહ્યું હતું કે સે નો ટૂ યસ બેન્ક, એ જ સ્ટેન્ડ જારી છે, ઉછાળે યસ બેન્કને બીગ નો કહી અન્ય ટોપ ખાનગી બેન્કમાં જ રોકાણ સ્વીચ ઓવર કરવું હિતાવહ રહેશે. ઉછાળામાં 50-60 વચ્ચે આવે તો યસ બેન્ક વેચી કોટક મહીન્દ્ર બેન્કના શેર લઇ શકાય.
ઇન્ડ્સ ઇન્ડ બેન્ક: 1380 અને 1348ના લેવલોથી નીચે જ રહ્યો છે, 1188નું તળિયુ તોડી 1062 તરફ ગતિમાન થાય એવું લાગે છે. આરબીઆઇએ વ્યાજદરમાં વધુ પા ટકાની કપાત કરી અને તે પછી બેંકીંગ શેરો ઘટ્યા તે માટે વ્યાજ દરોના બેન્ચમાર્કીંગ અને લિન્કિંગનો નિયમ કારણભૂત હોવાનું એનાલિસ્ટોનુ માનવું છે. ઓએનજીસી, સનફાર્મા, મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર, મારૂતિ, ટીસીએસ, ટેક મહીન્દ્ર,ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સની સમીક્ષા ગત સપ્તાહે કરી જ છે તેથી બાકીના સેન્સેક્સ શેરોનો રિવ્યુ કરી લઇએ.
એચડીએફસી બેન્ક તેની 50 અને 100 દિવસની એવરેજથી પણ ઉપર છે. 1084થી 1229 સુધીના સંગીન ગેઇનનું 61.80 ટકા કરેક્શન 1160 પર લાવી શકે છે. 200 દિવસની એવરેજ 1135ના સ્તરે છે. ન કરે નારાયણને 1084 તોડે તો તેજીની આશા છોડી દઇ રોકાણોથી પણ અળગા થઇ જવું.
કોટક બેન્કમાં 50 દિવસની એવરેજ 1506 પર અને 100 દિવસની 1496ના સ્તરે છે. 200 દિવસની એવરેજ તો 1425ના લેવલે છે. એચડીએફસી (મોટો) અને સ્ટેટ બેન્ક ઉપરોક્ત બધી એવરેજોથી નીચે ચાલે છે, મતલબ સમજી ગયા હશો.
આઇસીઆઇસીઆઇ બેન્કે ત્રણ જ દિવસમાં 384 પરથી 450 સુધીનો સંગીન ઉછાળો આપ્યો તેના પ્રત્યાઘાતી ઘટાડામાં 61.80 ટકાના કરેક્શને 400-410 વચ્ચે આવી શકે છે, 200 દિવસની એવરેજ 392ના સ્તરે છે, 384 તૂટે તો તેજીની આશા છોડી દઇ, રોકાણો પણ વેચી દેવા.
એક્સીસ બેન્કના હાલ પણ એસબીઆઇ જેવા જ છે. ઉપરોક્ત બધી એવરેજોથી નીચે ચાલે છે, 622 તૂટે તો 603 કે 580 સુધી જઇ શકે છે. 3903ના સ્તરે બંધ રહેલ બજાજ ફાઇનાન્સ 25,50,100 અને 200 દિવસની એવરેજોથી ઉપર જ છે, તેજી બરકરાર છે, ગભરાવાની જરૂર નથી.
એશીયન પેઇન્ટ્સ: 1620 ઉપર રહે ત્યાં સુધી સારો જ છે, કરેક્શનમાં સ્ટોપલોસે લેવાય. બજાજ ઓટો માટે આવું લેવલ 3350નું ગણવુ. ભારતી એરટેલ 320-80ની રેન્જમાં છે, રેન્જની મર્યાદામાં રમવું.
એચસીએલ ટેકમાં ઉપરોક્ત તમામ એવરેજોનું કોન્વર્જન્સ 1050થી 1075 વચ્ચે છે. 1100 વટાવે તો 1050ના સ્ટોપલોસે લેવા અને 1050 તોડે તો 1100ના સ્ટોપલોસે વેચવાનો વ્યૂહ રાખવો.
હિરો મોટો કોર્પમાં ઉછાળો ઊભરા જેવો રહ્યો હોઇ હમણા તો સ્થિતપ્રજ્ઞ થઇ જોયા કરવું સોદો કરવો નહીં.
હિન્દ. યુનિલીવર: 1890 ન તોડે તો 1880ના સ્ટોપલોસે લેવાય. આઇટીસી 242 અને 234ના સપોર્ટ તોડે તો જે થઇ એ તેજી આભાસી હતી અને ચેનલોવાળા મૃગજળ દેખાડતા હતા એમ માની લેવું.
લાર્સન 1380 ન તોડે અને 1390-1400માં મળતા હોય તો એટેમ્પ્ટ કરાય. 1289 તોડે તો મમત મુકી શેરમાંનુ રોકાણ પણ વેચી દેવું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30VsaQ1
via IFTTT
No comments:
Post a Comment