સોનાના ઇંડા જોઇએ કે, સોનાના ઇંડા આપતી મરઘી? - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

સોનાના ઇંડા જોઇએ કે, સોનાના ઇંડા આપતી મરઘી?

ર્થિક જગતમાં તમે જે કંઇ મહેનત કરો છો તેનું મહેનતાણું તમને બે રીતે મળી શકે છે.

નાણાના સ્વરૂપમાં

અનુભવના સ્વરૂપમાં

પરંતુ મારી મુલાકાતો દરમિયાન 100માંથી 99 ટકા રોકાણકારોએ એવી જ ઇચ્છા વ્યક્ત કરી છે કે, “બોસ! રિટર્ન ચકાચક મળે તો જ કામનું” અનુભવ તો તમારો છે જ ને...!! પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે, અનુભવ એ સૌથી મોટો શિક્ષક પણ છે અને આર્થિક જગતમાં કમાણી કરી આપનારો દાસ પણ છે.

100માંથી 90 ટકા રોકાણકારો એવું પણ કહેતાં હોય છે કે, “દાંત આપ્યા છે તે ચાવણું પણ આપી રહેશે”. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે, મનુષ્ય યત્ન ઇશ્વર કૃપા. જો તમે મહેનત જ નહિં કરો તો પરીણામની આશા કેવી રીતે રાખી શકો. નવેમ્બર-2016માં એક અઘરી નોટને ભગવાન પ્રસન્ન થયા હતા તે સંદર્ભમાં એક કાલ્પનિક કિસ્સો યાદ આવે છે....

અઘરી નોટઃ નોટો છાપવાનું મશીન આપો, પછી જલસા જ જલસા!

ભગવાન પ્રસન્ન!

ભગવાનઃ કેટલાં મશીન જોઇએ છે.?!

અઘરી નોટઃ એક આપશો તો પણ ભયો ભયો

ભગવાનઃ તથાસ્તુ સવારે તારા ઓશિકે ગીફટપેક આવી જશે.

બીજા દિવસે અઘરી નોટ આંખો ચોળતો પથારીમાંથી ઊઠ્યો અને જોયું તો ઓશિકાની બાજુમાં નવું નક્કોર 500, 1000ની ચલણી નોટો છાપવાનું એક મશીન ગીફ્ટ પેકમાં મૂકેલું હતું. અઘરી નોટ નાચતો નાચતો બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમમાં આવ્યો અને સવારે આવેલા છાપાની હેડલાઇન ઉપર નજર કરતાં જ ચહેરાનું ડ્રોઇંગ જ બદલાઇ ગયું અને ચહેરા ઉપર હવાઇઓ ઉડવા લાગી..... સમજદાર કો ઇશારા કાફી હૈ...

પરંતુ વાસ્તવિક આર્થિક જીવનમાં તમે ચેક કરી શકો છો જૂજ લોકો જ એક જ કમાણીના તાંતણે આર્થિક વ્યવહારના બે છેડાં સાંધી શકતાં હશે. તમારી પાસે નોકરી/ ધંધો/ વ્યવસાય/ બિઝનેસ ઉપરાંત કમાણી માટેનું એટલિસ્ટ એક વધારાનું સાધન હોવું જ જોઇએ. એટલું જ નહિં, એ મશીનની વેલિડિટી અને વોરન્ટી પણ મજબૂત હોવી જોઇએ.

તો જ તમે આર્થિક જીવનના બે તબક્કા સારી રીતે હાંસલ કરી શકશો.

પ્રથમ તબક્કામાં તમે પૈસા માટે કામ કરો છો

બીજા તબક્કામાં કમાયેલો પૈસો કામ કરે છે

પરંતુ દુર્ભાગ્યે બહુ જ ઓછાં રોકાણકારો સેકન્ડ સ્ટેજ સુધી પહોંચી શકે છે. કારણકે 100માંથી 90 ટકા રોકાણકારો પૈસો કમાવામાં જ રચ્યા પચ્યા રહે છે. અંગ્રેજીમાં કહેવત છે ને કે, “If the devil can’t make you bad, he’ll make you busy.” અર્થાત્ મની મોન્સ્ટર (પૈસારૂપી રાક્ષસ) તમને ખરાબ નથી બનાવી શકતો પણ તમને વ્યસ્ત જરૂર કરી મૂકે છે. માણસ પૈસો કમાતો જ રહે કમાતો જ રહે. પરંતુ ક્યારેય એ ના વિચારી શકે કે, મેં કમાયેલો પૈસો પણ મારા માટે કમાય તો... તે નોટો છાપવાનું મશીન જ છે....!! પછી ડેવિલ તમને ખરાબ કે બિઝી નહિં બનાવી શકે!!

સોનાના ઇંડા જોઇએ કે, સોનાના ઇંડા આપતી મરઘી?!! સાવ ફટીચર હાલતના એક માણસે એક વર્ષ સુધી ઘોર તપ કર્યું તો ભગવાને પ્રસન્ન થઇને એને સાવ ઘરડી અને માંડ એકાદ વર્ષ જીવે તેવી મરિયલ મરઘી આપી. કહ્યું આ મરઘીને સાચવજે તને માલામાલ કરી દેશે. ફટીચર પ્રમાણિક અને ભગવાન ઉપર વિશ્વાસ રાખનારો ભીરુ માણહ હતો. મહિના પછી મરઘીએ સોનાનું ઇંડુ મૂક્યૂં. ફટીચર તો ખુશખુશાલ થઇ ગયો. માર્કેટમાં જઇ સોનાનું ઇંડુ પ્લેટિનમ, પેલેડિયમ, રહોડિયમની સંયુક્ત કિંમતના ભાવે વેચી આવ્યો. તેમાંથી ખાવાનું, સારાં કપડાં, મોપેડ, નવું ફર્નિચર અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી આવ્યો. બીજા મહિને પણ મરઘીએ બીજું એક સોનાનું ઇંડુ આપ્યું. ફટીચરે તે 10 લાખ રૂપિયામાં વેચીને ઇન્સ્ટોલમેન્ટથી લક્ઝરીયસ બાઇક, ટીવી, લેપટોપ, મોબાઇલ.... ત્રીજા મહિને પણ સોનાનું ઇંડુ.... નવી નવી મોંઘીદાટ ખરીદી.... આવું એક વર્ષ સુધી ચાલ્યું ફટીચર હવે તો હવેલી અને હેલિકોપ્ટરના સપના જોવા લાગ્યો.....

તમે વિચારતાં હશો કે લેખક હવે મરઘીને મારી નંખાવશે. પણ ના! એવું પાપ મારાથી નહિં થાય. આ તો આધુનિક વાર્તા છે તેમાં ફટીચરને જે કરવું હોય તે.... આપણે કેટલાં ટકા...? બન્યું એવું કે, ભગવાને આપેલી મરઘી 12માં મહિને માંદી પડી અને... રામશરણ થઇ ગઇ.... બાકી રહેલી જિંદગી ફટિચરે ખરીદેલી તમામ વસ્તુઓ એક પછી એક વેચીને વિતાવવી પડી.... અને છેલ્લે તે પણ ફટીચરમાંથી સાવ ફટીચર હાલતમાં જ... પરંતુ અત્યાધુનિક વાર્તા અનુસાર એવું સાંભળ્યું છે કે, ફટીચરને એક ફાઇનાન્સિયલ પ્લાનર મળી ગયો. તેણે કહ્યું કે, યાર મહિને 10 લાખ રૂપિયા અને વર્ષે એક કરોડ 20 લાખ રૂપિયાની કમાણી થાય છે. તો એટલિસ્ટ 50 ટકા રકમનું સેવિંગ્સ કરી તેનું પ્રોપર પ્લાનિંગ સાથે ઇન્વેસ્ટમેન્ટ કર. ફટીચર માની ગયો અને સલાહ અનુસાર ફાઇ. પ્લાનિંગ કર્યું અને એક વર્ષની કમાણીના પૈસાને મની પ્રિન્ટીંગ મશીનમાં કન્વર્ટ કરીને ખૂબ સુખી થયો....

ઇતિ શ્રી ઇપીએસ પુરાણે.... તૃતિયો અધ્યાય સમાપ્ત બોલો શ્રી નગદ નારાયણ કી... જય....

અહીં હું કંઇ કથા કરવા બેઠો છું...?!! તે ચોથા-પાંચમા અધ્યાય અને તૈયાર પ્રસાદની રાહ જોઇને બેઠાં છો!?

(લેખકઃ દિવ્ય ભાસ્કરના બિઝનેસ એડિટર અને ફાઇનાન્સિયલ એડવાઇઝર છે) Maheshbtrivedi123@gmail.com

ઇપીએસ

મહેશ ત્રિવેદી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - need a golden egg or a hen giving a golden egg 062115


from Divya Bhaskar https://ift.tt/33812yP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here