
ટૂથબ્રશ એક કવરમાં જતો રહ્યો હતા, દર્પણ પર લગાવેલા કોઇ રમકડા કેંગારૂની માફક લાગી રહ્યો હતો અને તે પણ ખૂબ આકર્ષક અને પેસ્ટલ કલર એટલે લાઇટ કલરમાં. ન્હાવાના ટુવાલ કોઇ બેબી ફ્રોકની માફક લાગી રહ્યા હતા. તેની સ્લીપર પર એક્યુપંક્ચર બીડ્સ હતા અને મેં જોયું કે બાથરૂમમાં આકર્ષક રંગોની નવી અનેક વસ્તુઓ હતી જેમ કે સોપ હોલ્ડર, શેમ્પૂ અને ટૂથપેસ્ટ સ્ટેન્ડ વગેરે. જ્યોર મેં તેની આ પસંદગી અંગે બોલવાનું શરૂ કર્યું, તો તેણે મને પોતાની સ્ટડી ટેબલમાં કટેલીક વસ્તુઓ બતાવી જેમ કે ઇરેઝર જે ડાયનાસોર જેવો દેખાતો હતો, પેનમાં છુપાયેલી કાતરો, ગુલાબી રંગના ટેબલ પર રાખવામાં આવતા પંખા અને ફોલ્ડ થઇ શકે તેવી બાસ્કેટ પણ હતી. તેના પાસે પોતાના ડ્રેસથી મેચ કરતાં અડધો ડઝનથી વધુ અલગ-અલગ ઇયરફોન હતા.ત્યારેજ મને તેની કિંમતની જાણ થઇ. દરેક ઇયરફોન 190 રૂપિયાથી વધુનો નહોતો. પછી તેણે મને કેટલીક રંગીન કિચન આઇટમ બતાવી,જે તેણે તેની માતા માટે ખરીદી હતી, મને ખબર નથી પડતી કે એ વસ્તુઓનો રંગ શ્વેત-શ્યામ સિવાય મારા મગજમાં આવ્યો હોય. ત્યારે મને લાગ્યું કે મારા ઘર પર કોરિયાઇ પ્રોડક્ટસનું આક્રમણ થયું છે.મેનેજમેન્ટની વ્યક્તિના સ્વરૂપે મને તાત્કાલિક એમેઝનના સંસ્થાપક જેફ બેજોસથી એક રિપોર્ટર દ્વારા પૂછાયેલો સવાલ યાદ આવ્યો. તેણે પૂછ્યું, જેફ, તમારા મતાનુસાર આગામી દસ વર્ષોમાં સૌથી વધુ શું બદલાશે? જેફે સવાલને ઊલટાવતા જવાબ આપ્યો, સવાલ તો સારો છે, પણ સારો સવાલ એ હોત , કે અાગામી 10-20 વર્ષોમાં શું નથી બદલાવાનું? તે કહેવા માંગતા હતા કે એમેઝોનના દ્રષ્ટિકોણથી ઓછી કિંમતમાં વધુ ઝડપથી ડિલિવરી માટે લોકોની ઈચ્છા નહીં બદલાય. તેમની વાત કેટલી સાચી છે. દીકરીની ઉંમરની વ્યક્તિઓના કરાયેલા એક સર્વેથી ખબર પડી કે આકર્ષક, તુલનાત્મક રૂપે ઓછી કિંમતવાળા અને કાર્યક્ષમતામાં ઉત્તમ પ્રોડક્ટ કેવી રીતે બેકાર ચીની ઉત્પાદકોને આપણા ઘરોમાં આવવાથી રોકી રહ્યા છે.
ભારતમાં કિચન અને ઓફિસની વસ્તુઓ શ્વેત-શ્યામ રંગમાં આવે છે, જ્યારે કોરિયાના લોકો તેને પેસ્ટલ કલરમાં રજૂ કરે છે. તે બોરિંગ વસ્તુઓને આકર્ષક બનાવાની કળા જાણે છે. અા ખરાઅર્થ આપણી યુવા પેઢીના મગજ પર થયેલ કે-આક્રમણ (કોરિયન) છે. નવાઇની વાત નથી કે કોરિયાના આન્ત્રપ્રિનિયોર માત્ર સ્ટોર જ નથી ખોલી રહ્યા પણ અન્ય દુકાનોમાં પણ તેમના પ્રોડક્ટસ રાખવા મજબૂર કરે છે.સ્ટોર પર જશો તો તમને રમકડા, સ્ટિકી નોટ્સ, સ્લીપર અને અહીં સુધી કે રબર બેંડ તેમજ હેર ક્લિપ સુધી કોઇ ફ્લેમિંગો, મગર, બિલાડી, પાઇનએપલ , વગેરેમાં જોવા મળશે. યુવાનો અેટલા માટે ખરીદે છે કેમ કે તે તેમને સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપવાની તક આપે છે.
ફંડા એ છે કે જો તમે સમૃદ્ધ બિઝનસ ઇચ્છો છો તો સૌથી વધુ નીરસ દેખાતા પ્રોડક્ટસને રંગીન, આકર્ષક બનાવો. જનરેશન ઝેડ પર કે-વેવનો પ્રભાવ છે.
મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર
એન. રઘુરામન
raghu@dbcorp.in
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33812Pl
via IFTTT
No comments:
Post a Comment