
હાલોલ : યાત્રાધામ પાવાગઢમાં આજે આસો આઠમના દિવસે પોલીસ ના અભેદ સુરક્ષા કવચ વચ્ચે અઢી લાખ યાત્રાળુઓએ માં કાળીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આઠમ અને રવિવારના સમન્વયને લઇ અઢી થી ત્રણ લાખ યાત્રાળુઓ આવશે ના ગણિત વચ્ચે જિલ્લા પ્રશાસન એ કમર કસી હતી યાત્રાળુઓની પ્રાથમિક જરૂરિયાતો સહિત સુરક્ષા સલામતી માટે જિલ્લા પોલસ વડા ડો. લીના પાટીલની માર્ગદર્શન હેઠળ પોલીસ દવારા માઈક્રો પ્લાનિંગ સાથે ખડે પગે ફરજ બજાવી હતી. સાતમ ની રાત થીજ મોટી સંખ્યા માં યાત્રાળુઓ પગપાળા ડુંગર ચડી ગયા હતા. યાત્રાળુઓ માટે રાત્રે બે વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા મુકાયા હતા. સવારે નવ વાગે હવન શરૂ થયું હતું જે સાંજે પાંચ વાગે શ્રીફળ હોમાયું હતું સાથે રોપ વે ઉડન ખાટોલા સેવા નું રાત્રે એક વાગે ટીકીટ બુકીંગ શરૂ કરી બે વાગ્યાથી સેવા શરૂ કરી દેવાઈ હતી. એસટી વિભાગ દવારા પચાસ બસો મૂકી રાત્રી ના બાર વાગ્યા થી બસ સેવા શરૂ કરી દેવાઈ હતી દરમિયાન પચાસ બસો દવારા 1600 ટ્રીપ માં પંચોતેર હજાર જેટલા યાત્રાળુઓ એ બસ માં મુસાફરી કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Oscn8L
via
IFTTT
No comments:
Post a Comment