દક્ષિણ આફ્રિકા ભારતમાં પ્રથમવાર એક ઈનિંગ્સમાં 400+ રન કરીને પણ હાર્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

દક્ષિણ આફ્રિકા ભારતમાં પ્રથમવાર એક ઈનિંગ્સમાં 400+ રન કરીને પણ હાર્યું

ભારતે પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું. આ સાથે ટીમે 3 મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી. મેચના અંતિમ દિવસે 395 રનના ટાર્ગેટને ચેઝ કરતા દ.આફ્રિકન ટીમ 191 પર ઓલઆઉટ થઈ હતી. મોહમ્મદ શમીએ બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. દ.આફ્રિકન ટીમ ભારતમાં પ્રથમ ઈનિંગ્સમાં 400થી વધુ રન કરી પ્રથમવાર હારી છે. ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી ટેસ્ટમાં 200+ રનથી જીત મેળવી. બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર રોહિત મેન ઓફ ધ મેચ બન્યો. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી પુણેમાં રમાશે.

2018 બાદ શમીએ સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપી

શમીએ પાંચમી વખત 5 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી. 4 વાર તેણે આ સિદ્ધિ બીજી ઈનિંગ્સમાં મેળવી. જાન્યુઆરી 2018થી અત્યાર સુધીમાં શમી ચોથી ઈનિંગ્સમાં સૌથી વધુ 3 વખત 5 વિકેટ ઝડપી ચૂક્યો છે.

23 વર્ષ બાદ દેશમાં ઝડપી બોલરને 5 વિકેટ મળી

શમીએ મેચની ચોથી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી. 23 વર્ષ બાદ કોઈ ભારતીય બોલરે દેશમાં આ સિદ્ધિ મેળવી. છેલ્લે શ્રીનાથે 1996માં દ.આફ્રિકા વિરુદ્ધ જ આ સિદ્ધિ મેળવી હતી. કર્સન ઘાવરી, કપિલ દેવ અને મદન લાલ આમ કરી ચૂક્યા છે.

અશ્વિને 350 વિકેટ મામલે મુરલીધરનની બરાબરી કરી

અશ્વિને બીજી ઈનિંગ્સમાં 1 વિકેટ ઝડપી. આ સાથે તેની 350 વિકેટ પૂર્ણ થઈ. તેણે અને મુરલીધરને સૌથી ઓછી 66-66 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી. મુરલીએ 21632 જ્યારે અશ્વિને 18685 બોલ નાંખ્યા. એટલે કે અશ્વિને 2947 બોલ ઓછા નાંખી આ સિદ્ધી મેળવી.

ખેલાડી દેશ સ્ટાઈલ મેચ

મુરલીધરન શ્રીલંકા સ્પિન 66

અશ્વિન ભારત સ્પિન 66

હેડલી ન્યૂઝીલેન્ડ ફાસ્ટ 69

સ્ટેન દ.આફ્રિકા ફાસ્ટ 69

લિલી ઓસ્ટ્રેલિયા ફાસ્ટ 70

મેક્ગ્રા ઓસ્ટ્રેલિયા ફાસ્ટ 74

માર્શલ વિન્ડીઝ ફાસ્ટ 75

હેરાથ શ્રીલંકા સ્પિન 75

કુંબલે ભારત સ્પિન 77

વકાર પાક. ફાસ્ટ 78

શમીએ કરિયરમાં પ્રથમવાર 4 બેટ્સમેનને બોલ્ડ કર્યા

શમીએ બાવુમા, પ્લેસિસ, ડી કોક અને ડેન પીટને બોલ્ડ કર્યો.

શમી 4 બેટ્સમેનોને બોલ્ડ કરનાર બીજો ભારતીય: મેચના પાંચમા દિવસે દ.આફ્રિકાએ 1 વિકેટના ભોગે 11 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. બ્રુએન (10)ને અશ્વિને બોલ્ડ કર્યો તે પછી શમીએ બાવુમા (0), પ્લેસિસ (13) અને ડી કોક (0)ને બોલ્ડ કરી આફ્રિકાને મોટા ઝાટકા આપ્યા હતા. 70 રનમાં 8 વિકેટ પડ્યા બાદ મુથુસામી (49*) અને પીટ (56)એ નવમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી. પીટને શમીએ બોલ્ડ કરી ભાગીદારી તોડી હતી. શમી એક ઈનિંગ્સમાં 4 બેટ્સમેનોને બોલ્ડ કરનાર બીજો ભારતીય બન્યો. આ અગાઉ બુમરાહે વિન્ડીઝ વિરુદ્ધ ઓગસ્ટમાં રમાયેલી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. શમીએ રબાડા (18)ને આઉટ કરી દ.આફ્રિકાને ઓલઆઉટ કરી હતી.

6 વર્ષમાં ભારતે ઘરઆંગણે સૌથી વધુ 80% મેચ જીતી

1 જાન્યુઆરી 2013થી ટીમોનો ઘરઆંગણે ટેસ્ટમાં રેકોર્ડ જોઈએ તો ભારત સૌથી ઓછી 1 મેચ જ હાર્યું છે.

ઓછામાં ઓછી 30 મેચ રમનારી ટીમોનો રેકોર્ડ આવો છે...

ટીમ મેચ જીત જીતની ટકાવારી

ભારત

ઓસ્ટ્રેલિયા

દ.આફ્રિકા

ઈંગ્લેન્ડ

શ્રીલંકા

30

24

23

33

37

80

70

25

68

સ્કોર બોર્ડ ભારત vs દક્ષિણ આફ્રિકા

ભારત (પ્રથમ ઈનિંગ્સ): 502/7 (ડિકલેર), દ.આફ્રિકા (પ્રથમ ઈનિંગ્સ): 431, ભારત (બીજી ઈનિંગ્સ): 323/3 (ડિકલેર)

દ.આફ્રિકા (બીજી ઈનિંગ્સ) રન બોલ 4 6

માર્કરમ કો. એન્ડ બો. જાડેજા 39 74 5 1

એલ્ગર એલબી. બો. જાડેજા 2 16 0 0

બ્રુએન બો. અશ્વિન 10 25 2 0

બાવુમા બો. શમી 0 2 0 0

પ્લેસિસ બો. શમી 13 26 3 0

ડી કોક બો. શમી 0 2 0 0

મુથુસામી અણનમ 49 108 5 0

ફિલાન્ડર એલબી. બો. જાડેજા 0 3 0 0

કેશવ એલબી. બો. જાડેજા 0 1 0 0

પીટ બો. શમી 56 107 9 1

રબાડા કો. સાહા બો. શમી 18 19 3 1

3 મેચોની સીરિઝમાં ટીમે 1-0ની લીડ મેળવી, સતત ત્રીજી ટેસ્ટમાં 200+ રનથી જીત મળી

મેચમાં ભારતના ખેલાડીએ 27 જ્યારે દ.આફ્રિકન બેટ્સમેનોએ 10 સિક્સ ફટકારી. આમ મેચમાં કુલ 37 સિક્સ વાગી હતી. આ એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ છે. આ અગાઉ 2014નાં શારજાહ ખાતે પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચમાં 35 સિક્સ નોંધાઈ હતી.

કોહલીની દ.આફ્રિકા વિરુદ્ધ ભારતીય કેપ્ટન તરીકે આ પાંચમી જીત છે. તે આ મામલે અન્ય ભારતીય કેપ્ટન કરતા આગળ છે.

કેપ્ટન મેચ જીત હાર

કોહલી 8 5 2

ધોની 8 3 3

તેંડુલકર 8 2 5

ટીમ મેચ જીત હાર પોઈન્ટ

ભારત 3 3 0 160

ન્યૂઝીલેન્ડ 2 1 1 60

શ્રીલંકા 2 1 1 60

ઓસ્ટ્રેલિયા 5 2 2 56

ઈંગ્લેન્ડ 5 2 2 56

દ.આફ્રિકા 1 0 1 0

વિન્ડીઝ 2 0 2 0

એક્સ્ટ્રા: 4, કુલ: 191/10 (63.5 ઓવર), વિકેટ: 1-4, 2-19, 3-20, 4-52, 5-60, 6-70, 7-70, 8-70, 9-161, 10-191, બોલિંગ: અશ્વિન: 20-5-44-1, જાડેજા: 25-6-87-4, શમી: 10.5-2-35-5, ઈશાંત: 7-2-18-0, રોહિત: 1-0-3-0.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - south africa also lost to india for the first time in 400 innings in an innings 062104
Div News - south africa also lost to india for the first time in 400 innings in an innings 062104
Div News - south africa also lost to india for the first time in 400 innings in an innings 062104


from Divya Bhaskar https://ift.tt/31YsX4o
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here