લોકસભા ચૂંટણીમાં હારેલા અંદાજે 50 પૂર્વ સાંસદે 5 મહિના પછી પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. આ બંગલા દિલ્હીના લ્યુટન્સ વિસ્તારમાં છે. સૂત્રોના કહેવા મુજબ આ સાંસદો વિરુદ્ધ સરકાર સુધારેલા જાહેર પરિસર (ગેરકાયદે કબજા વિરોધી) કાયદા હેઠળ કાર્યવાહી કરવા વિચારી રહી છે. સુધારેલા કાયદામાં સરકારને એ અધિકાર મળી ગયો છે કે તે કબજેદારો પાસેથી 3 દિવસમાં જવાબ માગી શકે છે તેમ જ કડકાઇ દાખવીને બંગલો ખાલી કરાવી શકે છે. 19 ઓગસ્ટે લોકસભાની સી. આર. પાટિલના નેતૃત્વ હેઠળની આવાસ સમિતિએ અંદાજે 200 પૂર્વ સાંસદને બંગલા એક અઠવાડિયામાં ખાલી કરવા આદેશ કર્યો હતો. તેમ ન કરે તો બંગલાના વીજળી, પાણી અને રાંધણગેસના કનેક્શન કાપી નાખવાની ચેતવણી પણ આપી હતી. નિયમાનુસાર પૂર્વ સાંસદોએ લોકસભા વિસર્જિત થયાના 1 મહિનામાં બંગલો ખાલી કરવાનો હોય છે. ઘણા બંગલામાં તો ક્યાંક નોકર તો ક્યાંક અમલદારો રહે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oTx3vZ
via IFTTT
No comments:
Post a Comment