વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભરવાના અંતિમ દિવસ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે સાથે પત્રકાર પરિષદ યોજી હતી. બંને નેતાઓએ ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે ભાજપ 150 અને શિવસેના 124 બેઠક પર ચૂંટણી લડશે. 14 બેઠક નાના સહયોગી પક્ષોને અપાઈ છે. ટિકિટ ન મળતાં અમુક નેતાઓએ બળવો પોકારતાં ફડણવીસે કહ્યું કે ગઠબંધનમાં કોઈપણ પક્ષના બળવાખોરો માટે કોઈ સ્થાન જ નથી. મુખ્યમંત્રી ફડણવીસે દાવો કર્યો હતો કે ગઠબંધનના વિજય સાથે તેઓ સત્તા જાળવશે.
ફડણવીસ દક્ષિણ-પશ્ચિમ નાગપુર બેઠક પર ચૂંટણી લડશે
આ પહેલાં ફડણવીસે દક્ષિણ-પશ્ચિમ નાગપુર વિધાનસભા બેઠક પરથી નોમિનેશન ફોર્મ ભર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. ફડણવીસ વિરુદ્ધ કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય આશિષ દેશમુખને ઉતાર્યા છે. શિવસેનાના એકનાથ શિંદે, એનસીપી નેતા અજિત પવાર, રાજ્યના નાણામંત્રી ભાજપ નેતા સુધરી મનગુંટીવારે પણ નોમિનેશન ફોર્મ ભરી દીધા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30LjY4U
via IFTTT
No comments:
Post a Comment