નરેગાના સામૂહિક કામોમાં ચૂકવણી માટે પેમેન્ટ રજિસ્ટરમાં તલાટીઓએ સહી કરવાનું બંધ કરી દીધું હતું. તલાટીઓ મુજબ નરેગામાં શ્રમિકોની હાજરી નોંધવા એક કર્મચારીની નિમણૂક કરેલી હોય છે અને મહેનતાણુ પણ અપાય છે. જ્યારે તલાટીઓ આખો દિવસ ત્યાં હાજર રહી શકતા નથી તેથી કોઇ શ્રમિક કામ પરથી વહેલા નીકળી જાય અથવા ગેરહાજર રહે તો તલાટી તેમાં કશું કરી ન શકે. આવી સ્થિતિમાં પેમેન્ટ રજિસ્ટરમાં હાજરી મુજબ ચૂકવણામાં તલાટીની સહી થાય તો ગેરહાજરી સબબ અથવા તો શ્રમિક વહેલા જાય તો તલાટીની જવાબદારી ફિક્સ થઇ જાય છે. આ કારણે તલાટીઓએ સહી કરવાનું બંધ કરી જવાબદારી યોગ્ય રીતે આપવા રજૂઆત કરી હતી.
રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગેરૈયાએ જણાવ્યું હતું કે પેમેન્ટ રજિસ્ટર તલાટીઓએ નિભાવવાનું હોય છે પણ હાજરીને આધારે ચૂકવણી થતી હોવાથી કારણવગર ખોટા વિવાદમાં તલાટીઓ ફસાઈ જતા હતા. આ રજૂઆતને પગલે જે તે તાલુકાના ટીડીઓએ લેખિતમાં બાહેંધરી આપી છે કે પેમેન્ટ રજિસ્ટરમાં તલાટી સહી કરશે પણ શ્રમિક સ્થળ પર હાજર છે કે નહિ તેની જવાબદારી તલાટી પર આવશે નહીં. આ કારણે તમામ સામૂહિક કામોમાં સહીઓ શરૂ કરી દેવાઈ છે.
સ્ટાફની અછતથી તલાટીઓનો વિરોધ
રાજકોટમાં હાલ 35 ટકા તલાટીઓની અછત છે. આ કારણે ઘણા તલાટીઓ પાસે બે અથવા ત્રણ ગામનો ચાર્જ છે. આ ઉપરાંત સરકારી કાર્યક્રમોની પણ જવાબદારી આવે છે. આથી દરરોજ કોઇ ગામમાં જઇ શકાતું નથી તો પછી તે ગામના નરેગાના કામોના સ્થળ પર હાજરી નિયમિત કઈ રીતે જોઇ શકે અને કદાચ સ્થળ પર જાય તો પણ આખો દિવસ ધ્યાન ન રાખી શકે. જો કોઇ ગેરરીતિ થાય તો તલાટીની સીધી જવાબદારી બની જાય. આ કારણે તલાટીઓએ પેમેન્ટ રજિસ્ટરમાં સહી ન કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમ તલાટીઓ જણાવી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nmZHoM
via IFTTT
No comments:
Post a Comment