સાંજના 6:15 વાગ્યા છે. શક્તિપીઠોમાંની એક કોલકાતાના કાલીઘાટ સ્થિત કાલી મંદિરમાં પાંચમની પૂજા ચાલી રહી છે. મંદિરની અંદરથી ઢોલ-ઘંટનો અવાજ આવે છે. અહીં પાંચમની દુર્ગાપૂજાનો પ્રથમ દિવસ છે. પાંચમથી દશમ સુધી દુર્ગાપૂજા થાય છે. ગર્ભગૃહ સામે નટ મંદિરમાં સેવામાં રોકાયેલા લોકો કેળાનાં બે ઝાડને કપડાથી બાંધી રહ્યા છે. પૂજા પછી વૃક્ષને મહાદેવ મંદિરના દ્વાર પર ડાબે અને જમણે મૂકાશે.
બાજુમાં જ મંશા માતાના સૃષ્ટિકલા મંદિરમાં પૂજાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પૂજાને બોધન પણ કહેવાય છે. શુક્રવાર એટલે કે છઠ્ઠની સાંજે બંને કેળના વૃક્ષને નટ મંદિરમાં લવાયા તેને અધિવાસ કહે છે. કાલી મંદિર પરિસરના ઉપપ્રમુખ સૃષ્ટિચરણ હલદર કહે છે કે શનિવારે સાતમની સવારે કેળના વૃક્ષને ગંગા નદી લઈ જવાશે. અહીં તેને પંચામૃતથી સ્નાન કરાવાશે. પછી સાડી પહેરાવી ફરી કાલી મંદિર લાવી ગર્ભગૃહમાં કાલીની પ્રતિમાની પાછળ રાખવામાં આવશે. અહીં મા કાલીનું પ્રચંડ સ્વરૂપ બિરાજમાન છે. તેઓ ભગવાન શિવની છાતી પર પગ મૂકી ઊભેલા છે. શિવની મૂર્તિ ચાંદીની બનેલી છે. સોનાની જીભ બહાર નીકળેલી છે. ચહેરો શ્યામ છે, નેત્ર લાકડાના બનેલા છે અને ગાલ પથ્થરના છે. અષ્ટમી અને નોમના દિવસ દરમિયાન મુહૂર્ત સમયે સંધિ પૂજા થશે. પૂજામાં મંદિરમાં ફળની બલિ અપાય છે. એ દરમિયાન વનેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય હવન થાય છે. મંદિર પરિસરમાં જ બલિઘર બનાવાયું છે. મંદિરમાં રોજ ચારવાર પૂજા થાય છે. હલદર જણાવે છે કે કાલિ મંદિરમાં નોમના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે અહીં બલિ માટે મંદિર ટ્રસ્ટ તરફથી ત્રણ હરાજી બોલાવાય છે. તેમાં બકરાની બલિ અપાય છે. આ ઉપરાંત ભેંસની બલિ પણ હોય છે. આ પરંપરા પુરી થયા પછી બહારથી આવનારા લોકો બલિઘરમાં બલિ ચડાવે છે. નોમના દિવસે બલિઘરમાં 300થી 400 બલિ અપાય છે. દસમનો દિવસ પણ ખાસ હોય છે. આ દિવસે બપોરે બે વાગ્યા પછી મંદિર પરિસરમાં મહિલાઓ સિંદૂર ખેલા માટે આવે છે. તેમાં પુરુષોને પ્રવેશ નથી હોતો. દુર્ગા પૂજામાં લગભગ 10 લાખ લોકો અહીં આવે છે. મંદિરમાં પ્રવેશ માટે પાંચ દ્વાર છે. આ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o6ighu
via IFTTT
No comments:
Post a Comment