
ગીર જંગલ વિસ્તારની બોર્ડ ઉપર છેલ્લા પંદર દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા હોય અને જગતનો તાત સતત વરસી રહેલા વરસાદના કારણે મોઢામાં આવેલો કૃષિ પાકોનો કોડીયો છીનવાય જવાની ચિંતામાં પડી ગયો છે. અને કપાસ, મગફળી જેવા પાકો ભારે વરસાદના કારણે નિષ્ફળ જતાં આ પંથકમાં લીલા દુકાળ તરફ જતો હોવાનો શૂર ખેડૂતોમાં ઉઠી રહ્યો છે. આજે પણ ગીર પંથકના ધોકડવા, જશાધાર, નગડીયા, નિતલી-વડલી, મોતીસર, ગામોમાં 2 થી 4 ઇંચ વરસાદ એક કલાકમાં ધોધમાર વરસી ગયેલ. નાનાસમઢીયાળા 1, વાવરડા દોઢ ઇંચ વરસી જતાં ખેતરોમાં પાણી ફળી વળ્યા હતા. અને ઉપરવાસમાં આવેલ રાવલ ડેમમાં પાણીની આવક વધતા નદી-નાળા છલકાયને આ પાણીઓ ખેતરો તરફ ફંટાઇ જતાં ચોમાસુ વાવેતર તદન નિષ્ફળ ગયેલ છે. ઊના શહેરમાં પણ સાંજના સમયે અચાનક વાતાવરણએ પલ્ટો મારતા અડધી કલાક સુધી ધીમી ધારે વરસાદના ઝાંપટાઓ વરસ્યા હતા. જ્યારે આ વરસાદનાં કારણે છઠ્ઠા નોરતાના દિવસે ગરબીના આયોજકોમાં ચિંતા જોવા મળી હતી. અને શહેરમાં ગારો કિચડનું સામ્રાજ્ય પથરાયેલુ હોય તેમજ શહેરનો બિસ્માર બનેલો રસ્તામાં કિચડ માટી અને કાંકરી નાખેલ હોય જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
મગફળીનાં પાથરા ખેતરોમાં પડ્યા હોય વરસાદ પડતા બધા પલડી ગયા હતા


જયેશ ગોંધીયા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/359zP0L
via
IFTTT
No comments:
Post a Comment