ઉર્ષ મેળાની ઉજવણી એકતા અને વિવિધતા પૂર્વક થાય તે માટે દરગાહ શરીફ ખાતે ખાદીમોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં દરગાહ શરીફના ખાદીમ સૈયદ રફીકમિયા ગફારમિયા, સૈયદ હુસેન મિયાં ગફારમિયા, સૈયદ ઈસ્માલ મિયાં ઇબ્રાહિમમીયા, સૈયદ આહમદમિયાં ઈબ્રાહીમમીયા, સૈયદ સાબીરમીયા રઝાકમિયા, સૈયદ યાકુબમિયાં ગુલામ મહયુદીન અને ખાદીમોની બેઠક યોજાઈ હતી. ઉર્ષ શરીફના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ખાતે શીશ ઝુકાવવા માટે લાખો શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ પર આવી પોહોંચશે. જેથી દર્શનાર્થીઓને દર્શનમાં કોઈ અગવડ ન પડે માટે ખાદીમોની ટીમ ખડે પગે રહેશે. ઉર્ષ મેળાની ઉજવણી શાનો શોકત અને ભાઈચારાના માહોલ વચ્ચે થશે તેમ ખાદીમો અને અગ્રણી હાજી ઈબ્રાહીમભાઈ કૂરેશીએ જણાવ્યું હતું.
ઉર્ષ મેળામા અન્ય રાજ્યોમાંથી વેપારીઓ આવી અને વેપાર કરે છે.ખાસ કરીને યુપી મુરાદાબાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર,પંજાબ સહિતના રાજ્યમાંથી વેપારીઓ આવશે. જેમાં મુરાદાબાદના વાસણો, ડેકોરેટ વસ્તુઓ, જવેલરી વિવિધ પ્રકારના ડ્રેસ અને રમકડાં આકર્ષણ જમાવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AKD1BU
via IFTTT
No comments:
Post a Comment