કપિલ દેવનું CACમાંથી રાજીનામું, હિતોના ટકરાવ મુદ્દે નોટિસ મળી હતી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

કપિલ દેવનું CACમાંથી રાજીનામું, હિતોના ટકરાવ મુદ્દે નોટિસ મળી હતી

મુંબઈ | પૂર્વ ભારતીય ક્રિકેટર અને બીસીસીઆઈ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ક્રિકેટ એડવાઈઝરી કમિટી (સીએસી)ના અધ્યક્ષ કપિલ દેવે કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસીએશનના લાઈફટાઈમ મેમ્બર સંજીવ ગુપ્તાની સતત ફરિયાદ બાદ કપિલ સહિત સીએસીના ત્રણેય સભ્યોને નોટિસ ફટકારી હતી. અન્ય બે સભ્ય શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ છે. શાંતાએ બે દિવસ અગાઉ રાજીનામું આપ્યું અને હવે કપિલે રાજીનામું આપ્યું છે. કપિલની અધ્યક્ષતાવાળી સીએસીએ જ ભારતીય ટીમના કોચની પસંદગીની પ્રક્રિયા સંભાળી હતી અને રવિ શાસ્ત્રીની કોચ તરીકે પસંદગી કરી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - kapil dev39s resignation from the cac was received on a conflict of interest basis 063537


from Divya Bhaskar https://ift.tt/2o352Si
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here