ટેસ્ટમાં કોહલીની તમામ બેવડી સદી 2016 બાદ આવી છે. જેથી સમજી શકાય છે કે કોહલીએ પોતાની રમત છેલ્લા અમુક વર્ષમાં કેટલા ઉંચા સ્તરે પહોંચાડી છે. 2019માં કોહલીના કદ અનુસારનું પ્રદર્શન અત્યાર સુધી જોવા મળ્યું નહોતું. પરંતુ આફ્રિકા વિરુદ્ધની ઈનિંગ્સથી સાબિત થઈ ગયું કે તેમાં રનની ભૂખ ઓછી થઈ નથી. જોકે આ વિરાટની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ નથી. વિરાટે આ ઈનિંગ્સ એક ખાસ કારનામું પણ કર્યું. જ્યારે તે 254 રને રમી રહ્યો હતો ત્યારે દ.આફ્રિકન બોલર્સમાં કોઈ ધાર જોવા મળી રહી નથી તથા તેઓ થાકેલા પણ હતા. આ સમયે કોહલી પાસે કરિયરની પ્રથમ ત્રેવડી સદી ફટકારવાની તક હતી, પરંતુ તેણે ઈનિંગ્સ ડિક્લેર કરી. તેનો હેતું- પોતાના બોલર્સને દિવસના અંતે અમુક ઓવર આપવાનો હતો. કેપ્ટન તરીકે કોહલી હજુ શીખી રહ્યો છે, પરંતુ પોતાના હિતને ટીમના હિત કરતા નીચે રાખવાનું કામ તેને સારી રીતે આવડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/315JbHu
via IFTTT
No comments:
Post a Comment