રામ જન્મભૂમિ, હનુમાન ગઢી, ભરત નિવાર, સીતા રાજમહલ જેવા અગ્રણી મંદિરો ધરાવતા મહોલ્લા રામકોટમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે. દરેક ગલીના કિનારે બેરિકેડ્સ લગાવાયા છે અને ભારે સંખ્યામાં પોલીસ તહેનાત છે. શ્રીસીતા રાજમહલ મંદિરના મુખ્ય મહંત શ્યામ બિહારી દાસ પોતાની સૂની ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બતાવતા કહે છે કે, ચુકાદો ઝડપથી આવ્યો તો રોનક જળવાશે, પરંતુ હજુ તો આપણા શ્રદ્ધાળુ અને અહીં આવનારા લોકો પરેશાન છે.
અયોધ્યાના કારસેવક પુરમમાં રાખેલા મંદિરના મોડેલ જોવા આવનારાની સંખ્યા વધી છે. અહીં રાખેલા રામ મંદિરનું મોડેલ 21 ફૂટ લાંબુ, 11 ફૂટ પહોળું અને નવ ફૂટ ઊંચું છે. વિશ્વ હિંદુ પરિષદનું અયોધ્યામાં આ મોડેલના આધારે ભવ્ય રામ મંદિર નિર્માણનું આયોજન છે. વિહિંપના પ્રવક્તા શરદ શર્મા કહે છે કે, પહેલા કારસેવક પુરમમાં પ્રતિ દિન આશરે 400 લોકો આવતા, પરંતુ છેલ્લા એક મહિનાથી સરેરાશ 600થી પણ વધુ લોકો આવી રહ્યા છે. પહેલા શિબિરમાં થાંભળા-શીલાઓ સાથે મૂકેલા નાના મોડેલને જોઈને જ લોકો જતા રહેતા હતા, પરંતુ હવે લોકો અહીં સુધી આવે છે. સુનવણી પૂરી થઈ રહી છે, લોકોનું કહેવું છે કે, ચુકાદો મંદિરના પક્ષમાં આવશે. એવામાં લોકો જોવા ઈચ્છે છે કે, અસલી મંદિર કેવું હશે. અહીં આવનારા લોકોમાં સામેલ છે હાથરસ જિલ્લાના શાદાબાદના રહેવાસી 71 વર્ષીય ગજરાજ સિંહ પરમાર. પરમાર રામ મંદિરના મોડેલને જુએ છે, તેને શ્રદ્ધાથી સ્પર્શે છે અને માથું ટેકવે છે. પહેલીવાર અયોધ્યા આવેલા પરમાર કહે છે કે, મંદિર તો સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બનશે, પરંતુ ત્યાં સુધી આ જ જોઈ લઈએ કારણ કે, પછી અહીં આવી શકીએ કે નહીં તે ખબર નથી. અયોધ્યામાં હાલ દરેક મોટા બજાર, મંદિર-મઠ અને ઘરોમાં ચર્ચાના બે જ વિષય છે. પહેલો, દીવાળીમાં દીવાની સંખ્યા અને તૈયારી. બીજો, સુપ્રીમમાં 17 ઓક્ટોબર સુધી પૂરી થનારી સુનવણી અને પછી ચુકાદાનું પૂર્વાનુમાન. મંદિર મામલા સાથે જોડાયેલા મહંત અને હિંદુ પક્ષના લોકોને લાગે છે કે, સુપ્રીમ કોર્ટ તેમણે આપેલા તથ્યોના આધારે મંદિરના પક્ષમાં નિર્ણય કરશે. જ્યારે મુસ્લિમ પક્ષના લોકો કહે છે કે, સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તે અમને મંજૂર હશે, પરંતુ હવે નિર્ણય ઝડપી આવે તે જરૂરી છે. અયોધ્યાના વાસુદેવ ઘાટમાં રહેનારા રામેન્દ્ર મોહન મિશ્રા કહે છે કે, હવે સારું લાગી રહ્યું છે કે, ઝડપથી કોર્ટ અંતિમ નિર્ણય કરે અને અયોધ્યાનો 70 વર્ષ જૂનો વિવાદ ખતમ થાય. ભવ્ય મંદિર બનશે તો હજારો લોકોને રોજગારી મળશે. કોર્ટના મુખ્ય પક્ષકાર રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ કહે છે કે, સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષ તરફથી તથ્યો અને પુરાવા અપાય છે. મંદિરથી વધુ ના તો કોઈ વિકલ્પ છે, ના કોઈ રસ્તો. એક તરફ કેન્દ્રમાં મોદી છે અને રાજ્યમાં યોગી, મંદિર હવે નહીં બને તો ક્યારે બનશે? જ્યારે દિગંબર અખાડાના પ્રમુખ સુરેશ દાસ કહે છે કે, જે રીતે રામજન્મભૂમિનો નિર્ણય 2010માં આવ્યો એ જ રીતે, સુપ્રીમ મંદિર નિર્માણ માટે ઝડપથી ચુકાદો આપશે, એવો અમને વિશ્વાસ છે. તેઓ પૂછે છે કે, રામનું મંદિર અયોધ્યામાં નહીં બને તો શું પાકિસ્તાનમાં બનશે? ભંડારામાંથી પરત ફરી રહેલા મુસ્લિમ પક્ષના મુખ્ય પક્ષકાર 53 વર્ષીય ઈકબાલ અન્સારી કહે છે કે, અમને આશા કે નિરાશા જેવું કશં નથી. બસ, કોર્ટ ચુકાદો આપી દે. કોર્ટ જે કહેશે, તે માનીશું. અયોધ્યામાં કોઈ જ પ્રકારનો વિવાદ નથી. પોલીસ સુરક્ષામાં વાત કરતા ઈકબાલ કહે છે કે, મારી બે ટેક્સી છે અને હું મિકેનિક દુકાનનો માલિક છું, જેને મારા ચાર પુત્રો સંભાળે છે. 2010માં ચુકાદો આવ્યો હતો ત્યારે મારા પિતા હાશિમ અન્સારીએ ચુકાદાને પડકાર્યો હતો. આ સિવાય અન્ય એક મુસ્લિમ પક્ષકાર મહેબૂબ કહે છે કે, આ મિલકતનો મામલો છે અને અમને લાગે છે કે, કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપશે. સામાજિક કાર્યકર બબલૂ ખાને હાલ સેંકડો મુસ્લિમોને લઈને શિબિરમાં રાખેલા પથ્થરોને સાફ કર્યા છે. તેઓ કહે છે કે, દેશ ભલે રામ મંદિરના ચુકાદાને લઈને વાતો કરે, પરંતુ અયોધ્યામાં કોઈ ચિંતા નથી. અહીંનું જનજીવન સામાન્ય છે.
અયોધ્યા સ્થિત શિબિરમાં રાખેલા પથ્થર. અહીં બે મહિનાથી કામ બંધ છે. નિર્માણ સંબંધિત 65 ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે.
સુરક્ષા વ્યવસ્થા રોજેરોજ ચુસ્ત કરાઈ રહી છે
સુપ્રીમ કોર્ટની સુનવણી અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાથી રોજેરોજ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ રહી છે. વિવાદિત પરિસર સાથે શહેરની મહત્ત્વની ગલીઓમાં બેરિકેડ નાંખીને જવાનો રાતદિવસ ફરજ બજાવી રહ્યા છે. સંવેદનશીલ સ્થળોએ વાહનો માટે પણ પીળા કાર્ડ જારી કરાઈ રહ્યા છે. જિલ્લા તંત્ર પ્રમાણે, ઝડપથી રાજ્ય પોલીસ અને કેન્દ્રિય દળોના જવાનોની મોટી સંખ્યામાં તહેનાતી કરાશે, જે 10 હજારથી વધુ હોઈ શકે છે. અયોધ્યાના કલેક્ટર અનુજ કુમાર ઝા કહે છે કે, અમે ચોક્કસ સંખ્યા ના કહી શકીએ, પરંતુ સુરક્ષા વધારાઈ છે અને જવાનોની સંખ્યા હજુ વધારાશે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગુ કરાવીશું.
ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા | અયોધ્યા
રામ જન્મભૂમિ, હનુમાન ગઢી, ભરત નિવાર, સીતા રાજમહલ જેવા અગ્રણી મંદિરો ધરાવતા મહોલ્લા રામકોટમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે. દરેક ગલીના કિનારે બેરિકેડ્સ લગાવાયા છે અને ભારે સંખ્યામાં પોલીસ તહેનાત છે. શ્રીસીતા રાજમહલ મંદિરના મુખ્ય મહંત શ્યામ બિહારી દાસ પોતાની સૂની ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બતાવતા કહે છે કે, ચુકાદો ઝડપથી આવ્યો તો રોનક જળવાશે, પરંતુ હજુ તો આપણા શ્રદ્ધાળુ અને અહીં આવનારા લોકો પરેશાન છે.
અયોધ્યાના કારસેવક પુરમમાં રાખેલા મંદિરના મોડેલ જોવા આવનારાની સંખ્યા વધી છે. અહીં રાખેલા રામ મંદિરનું મોડેલ 21 ફૂટ લાંબુ, 11 ફૂટ પહોળું અને નવ ફૂટ ઊંચું છે. વિશ્વ હિંદુ પરિષદનું અયોધ્યામાં આ મોડેલના આધારે ભવ્ય રામ મંદિર નિર્માણનું આયોજન છે. વિહિંપના પ્રવક્તા શરદ શર્મા કહે છે કે, પહેલા કારસેવક પુરમમાં પ્રતિ દિન આશરે 400 લોકો આવતા, પરંતુ છેલ્લા એક મહિનાથી સરેરાશ 600થી પણ વધુ લોકો આવી રહ્યા છે. પહેલા શિબિરમાં થાંભળા-શીલાઓ સાથે મૂકેલા નાના મોડેલને જોઈને જ લોકો જતા રહેતા હતા, પરંતુ હવે લોકો અહીં સુધી આવે છે. સુનવણી પૂરી થઈ રહી છે, લોકોનું કહેવું છે કે, ચુકાદો મંદિરના પક્ષમાં આવશે. એવામાં લોકો જોવા ઈચ્છે છે કે, અસલી મંદિર કેવું હશે. અહીં આવનારા લોકોમાં સામેલ છે હાથરસ જિલ્લાના શાદાબાદના રહેવાસી 71 વર્ષીય ગજરાજ સિંહ પરમાર. પરમાર રામ મંદિરના મોડેલને જુએ છે, તેને શ્રદ્ધાથી સ્પર્શે છે અને માથું ટેકવે છે. પહેલીવાર અયોધ્યા આવેલા પરમાર કહે છે કે, મંદિર તો સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બનશે, પરંતુ ત્યાં સુધી આ જ જોઈ લઈએ કારણ કે, પછી અહીં આવી શકીએ કે નહીં તે ખબર નથી. અયોધ્યામાં હાલ દરેક મોટા બજાર, મંદિર-મઠ અને ઘરોમાં ચર્ચાના બે જ વિષય છે. પહેલો, દીવાળીમાં દીવાની સંખ્યા અને તૈયારી. બીજો, સુપ્રીમમાં 17 ઓક્ટોબર સુધી પૂરી થનારી સુનવણી અને પછી ચુકાદાનું પૂર્વાનુમાન. મંદિર મામલા સાથે જોડાયેલા મહંત અને હિંદુ પક્ષના લોકોને લાગે છે કે, સુપ્રીમ કોર્ટ તેમણે આપેલા તથ્યોના આધારે મંદિરના પક્ષમાં નિર્ણય કરશે. જ્યારે મુસ્લિમ પક્ષના લોકો કહે છે કે, સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તે અમને મંજૂર હશે, પરંતુ હવે નિર્ણય ઝડપી આવે તે જરૂરી છે. અયોધ્યાના વાસુદેવ ઘાટમાં રહેનારા રામેન્દ્ર મોહન મિશ્રા કહે છે કે, હવે સારું લાગી રહ્યું છે કે, ઝડપથી કોર્ટ અંતિમ નિર્ણય કરે અને અયોધ્યાનો 70 વર્ષ જૂનો વિવાદ ખતમ થાય. ભવ્ય મંદિર બનશે તો હજારો લોકોને રોજગારી મળશે. કોર્ટના મુખ્ય પક્ષકાર રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ કહે છે કે, સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષ તરફથી તથ્યો અને પુરાવા અપાય છે. મંદિરથી વધુ ના તો કોઈ વિકલ્પ છે, ના કોઈ રસ્તો. એક તરફ કેન્દ્રમાં મોદી છે અને રાજ્યમાં યોગી, મંદિર હવે નહીં બને તો ક્યારે બનશે? જ્યારે દિગંબર અખાડાના પ્રમુખ સુરેશ દાસ કહે છે કે, જે રીતે રામજન્મભૂમિનો નિર્ણય 2010માં આવ્યો એ જ રીતે, સુપ્રીમ મંદિર નિર્માણ માટે ઝડપથી ચુકાદો આપશે, એવો અમને વિશ્વાસ છે. તેઓ પૂછે છે કે, રામનું મંદિર અયોધ્યામાં નહીં બને તો શું પાકિસ્તાનમાં બનશે? ભંડારામાંથી પરત ફરી રહેલા મુસ્લિમ પક્ષના મુખ્ય પક્ષકાર 53 વર્ષીય ઈકબાલ અન્સારી કહે છે કે, અમને આશા કે નિરાશા જેવું કશં નથી. બસ, કોર્ટ ચુકાદો આપી દે. કોર્ટ જે કહેશે, તે માનીશું. અયોધ્યામાં કોઈ જ પ્રકારનો વિવાદ નથી. પોલીસ સુરક્ષામાં વાત કરતા ઈકબાલ કહે છે કે, મારી બે ટેક્સી છે અને હું મિકેનિક દુકાનનો માલિક છું, જેને મારા ચાર પુત્રો સંભાળે છે. 2010માં ચુકાદો આવ્યો હતો ત્યારે મારા પિતા હાશિમ અન્સારીએ ચુકાદાને પડકાર્યો હતો. આ સિવાય અન્ય એક મુસ્લિમ પક્ષકાર મહેબૂબ કહે છે કે, આ મિલકતનો મામલો છે અને અમને લાગે છે કે, કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપશે. સામાજિક કાર્યકર બબલૂ ખાને હાલ સેંકડો મુસ્લિમોને લઈને શિબિરમાં રાખેલા પથ્થરોને સાફ કર્યા છે. તેઓ કહે છે કે, દેશ ભલે રામ મંદિરના ચુકાદાને લઈને વાતો કરે, પરંતુ અયોધ્યામાં કોઈ ચિંતા નથી. અહીંનું જનજીવન સામાન્ય છે.
ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા | અયોધ્યા
રામ જન્મભૂમિ, હનુમાન ગઢી, ભરત નિવાર, સીતા રાજમહલ જેવા અગ્રણી મંદિરો ધરાવતા મહોલ્લા રામકોટમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે. દરેક ગલીના કિનારે બેરિકેડ્સ લગાવાયા છે અને ભારે સંખ્યામાં પોલીસ તહેનાત છે. શ્રીસીતા રાજમહલ મંદિરના મુખ્ય મહંત શ્યામ બિહારી દાસ પોતાની સૂની ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બતાવતા કહે છે કે, ચુકાદો ઝડપથી આવ્યો તો રોનક જળવાશે, પરંતુ હજુ તો આપણા શ્રદ્ધાળુ અને અહીં આવનારા લોકો પરેશાન છે.
અયોધ્યાના કારસેવક પુરમમાં રાખેલા મંદિરના મોડેલ જોવા આવનારાની સંખ્યા વધી છે. અહીં રાખેલા રામ મંદિરનું મોડેલ 21 ફૂટ લાંબુ, 11 ફૂટ પહોળું અને નવ ફૂટ ઊંચું છે. વિશ્વ હિંદુ પરિષદનું અયોધ્યામાં આ મોડેલના આધારે ભવ્ય રામ મંદિર નિર્માણનું આયોજન છે. વિહિંપના પ્રવક્તા શરદ શર્મા કહે છે કે, પહેલા કારસેવક પુરમમાં પ્રતિ દિન આશરે 400 લોકો આવતા, પરંતુ છેલ્લા એક મહિનાથી સરેરાશ 600થી પણ વધુ લોકો આવી રહ્યા છે. પહેલા શિબિરમાં થાંભળા-શીલાઓ સાથે મૂકેલા નાના મોડેલને જોઈને જ લોકો જતા રહેતા હતા, પરંતુ હવે લોકો અહીં સુધી આવે છે. સુનવણી પૂરી થઈ રહી છે, લોકોનું કહેવું છે કે, ચુકાદો મંદિરના પક્ષમાં આવશે. એવામાં લોકો જોવા ઈચ્છે છે કે, અસલી મંદિર કેવું હશે. અહીં આવનારા લોકોમાં સામેલ છે હાથરસ જિલ્લાના શાદાબાદના રહેવાસી 71 વર્ષીય ગજરાજ સિંહ પરમાર. પરમાર રામ મંદિરના મોડેલને જુએ છે, તેને શ્રદ્ધાથી સ્પર્શે છે અને માથું ટેકવે છે. પહેલીવાર અયોધ્યા આવેલા પરમાર કહે છે કે, મંદિર તો સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બનશે, પરંતુ ત્યાં સુધી આ જ જોઈ લઈએ કારણ કે, પછી અહીં આવી શકીએ કે નહીં તે ખબર નથી. અયોધ્યામાં હાલ દરેક મોટા બજાર, મંદિર-મઠ અને ઘરોમાં ચર્ચાના બે જ વિષય છે. પહેલો, દીવાળીમાં દીવાની સંખ્યા અને તૈયારી. બીજો, સુપ્રીમમાં 17 ઓક્ટોબર સુધી પૂરી થનારી સુનવણી અને પછી ચુકાદાનું પૂર્વાનુમાન. મંદિર મામલા સાથે જોડાયેલા મહંત અને હિંદુ પક્ષના લોકોને લાગે છે કે, સુપ્રીમ કોર્ટ તેમણે આપેલા તથ્યોના આધારે મંદિરના પક્ષમાં નિર્ણય કરશે. જ્યારે મુસ્લિમ પક્ષના લોકો કહે છે કે, સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તે અમને મંજૂર હશે, પરંતુ હવે નિર્ણય ઝડપી આવે તે જરૂરી છે. અયોધ્યાના વાસુદેવ ઘાટમાં રહેનારા રામેન્દ્ર મોહન મિશ્રા કહે છે કે, હવે સારું લાગી રહ્યું છે કે, ઝડપથી કોર્ટ અંતિમ નિર્ણય કરે અને અયોધ્યાનો 70 વર્ષ જૂનો વિવાદ ખતમ થાય. ભવ્ય મંદિર બનશે તો હજારો લોકોને રોજગારી મળશે. કોર્ટના મુખ્ય પક્ષકાર રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ કહે છે કે, સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષ તરફથી તથ્યો અને પુરાવા અપાય છે. મંદિરથી વધુ ના તો કોઈ વિકલ્પ છે, ના કોઈ રસ્તો. એક તરફ કેન્દ્રમાં મોદી છે અને રાજ્યમાં યોગી, મંદિર હવે નહીં બને તો ક્યારે બનશે? જ્યારે દિગંબર અખાડાના પ્રમુખ સુરેશ દાસ કહે છે કે, જે રીતે રામજન્મભૂમિનો નિર્ણય 2010માં આવ્યો એ જ રીતે, સુપ્રીમ મંદિર નિર્માણ માટે ઝડપથી ચુકાદો આપશે, એવો અમને વિશ્વાસ છે. તેઓ પૂછે છે કે, રામનું મંદિર અયોધ્યામાં નહીં બને તો શું પાકિસ્તાનમાં બનશે? ભંડારામાંથી પરત ફરી રહેલા મુસ્લિમ પક્ષના મુખ્ય પક્ષકાર 53 વર્ષીય ઈકબાલ અન્સારી કહે છે કે, અમને આશા કે નિરાશા જેવું કશં નથી. બસ, કોર્ટ ચુકાદો આપી દે. કોર્ટ જે કહેશે, તે માનીશું. અયોધ્યામાં કોઈ જ પ્રકારનો વિવાદ નથી. પોલીસ સુરક્ષામાં વાત કરતા ઈકબાલ કહે છે કે, મારી બે ટેક્સી છે અને હું મિકેનિક દુકાનનો માલિક છું, જેને મારા ચાર પુત્રો સંભાળે છે. 2010માં ચુકાદો આવ્યો હતો ત્યારે મારા પિતા હાશિમ અન્સારીએ ચુકાદાને પડકાર્યો હતો. આ સિવાય અન્ય એક મુસ્લિમ પક્ષકાર મહેબૂબ કહે છે કે, આ મિલકતનો મામલો છે અને અમને લાગે છે કે, કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપશે. સામાજિક કાર્યકર બબલૂ ખાને હાલ સેંકડો મુસ્લિમોને લઈને શિબિરમાં રાખેલા પથ્થરોને સાફ કર્યા છે. તેઓ કહે છે કે, દેશ ભલે રામ મંદિરના ચુકાદાને લઈને વાતો કરે, પરંતુ અયોધ્યામાં કોઈ ચિંતા નથી. અહીંનું જનજીવન સામાન્ય છે.
દીપોત્સવ પર પાંચ દેશની મંડળીઓ આવશે
સતત ત્રીજા વર્ષે યોગી સરકાર અયોધ્યામં ભવ્ય દીપોત્સવની તૈયારી કરી રહી છે. પહેલીવાર રૂ. 6 કરોડનું બજેટ પણ ફાળવાયું છે. અયોધ્યાની દીવાળીને આ વર્ષે પ્રાંતીય મેળામાં સામેલ કરાઈ છે. અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયે કહ્યું કે, સમગ્ર રામનગરીમાં 24, 25 અને 26 ઓક્ટોબરે દરેક ઘરમાં દીવા પ્રગટાવાશે. આયોજન ગુપ્તાર ઘાટથી લઈને ભરતજીની તપસ્થળી નંદીગ્રામ સુધી હશે. અયોધ્યાના 13 મોટા મંદિર પર 5001 દીવા પ્રજ્જવલિત કરાશે. ઘાટ પર તો 3.25 લાખ દીવા હશે, જે એક વિશ્વ વિક્રમ બનશે. ગયા વર્ષે 3.11 લાખ દીવા કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવાયો હતો. મોરેશિયસ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, સુરિનામ, નેપાળ અને શ્રીલંકાની રામલીલા મંડળીઓ આવશે. દેશના વિવિધ વિસ્તારોમાંથી આશરે 32 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31dRlh0
via IFTTT
No comments:
Post a Comment