
લકૂદના બેકગ્રાઉન્ડ પર વધુ ફિલ્મો બની નથી.ઘણા દાયકા પહેલાં દેવ આનંદ અને માલા સિન્હા અભિનિત ફિલ્મ ‘લવ મેરેજ’માં નાયક ક્રિકેટ પ્લેયર હતો પરંતુ તેને રમતા બતાવવામાં આવ્યો ન હતો. ત્યારબાદ કુમાર ગૌરવે ક્રિકેટ કેન્દ્રિત ફિલ્મમાં અભિનય કર્યો હતો. થોડાક વર્ષો પહેલા પણ શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં મહિલાઓની સ્પર્ધાની વિશ્વસનીય રજુઆત થઇ હતી.ફિલ્મમાં વિવિધતામાં એકતાને પણ દર્શાવવામાં આવી હતી.વિવિધ પ્રદેશોમાંથી આવેલા પ્લેયરો એકજૂટ થઇને રમી શકે છે. એટલું જ નહીં એક ખેલાડી પોતાના એક અહંકારી પરિચિતને પાઠ ભણાવવાનો હતો કે મહિલાઓ પુરુષોથી કોઇ વાતથી ઓછી ઉતરતી નથી. તેની સૌથી મોટી પ્રતિસ્પર્ધક સાથી ખેલાડી ગોલ મારવાના સહજ અવસરને પોતાની પ્રતિસ્પર્ધીને એવું કહીને આપે છે કે પેલા દંભી પ્લેયરને બતાવી દો કે અમે પણ કોઇથી કમ નથી. મિલ્ખા સિંહની બાયપિક ‘ભાગ મિલ્ખા ભાગ’ખૂબ સારી રીતે બની હતી. તેમાં એક વાત એ હતી કે ઘટનાઓને આગળ-પાછળ કરી દેવાઇ હતી. નાટકીય પ્રભાવ માટે અાવું કરાયું હતું. ભારતમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાના ઉધ્ધાટનના સમયે તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું હતું કે રમતને રમતની ભાવના સાથે રમો.તેમાના શબ્દો હતા ‘પ્લે ધ ગેમ ઇન ધ સ્પિરિટ ઓફ ધ ગેમ’. અનેક વર્ષો બાદ ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જઇ રહી હતી તો તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ટીમને કહ્યું હતું કે દિલ જીતીને આવજો. પ્રતિસ્પર્ધા જીતવા કરતા જરૂરી છે સદભાવના પ્રાપ્ત કરવી. થોડાક મહિના પહેલા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘ગોલ્ડ’પણ હોકી કેન્દ્રિત ફિલ્મ હતી.હોકીના જાદુગર ધ્યાનચંદ બાયોપિકના અધિકાર પૂજા તેમજ આરતી શેટ્ટીની પાસે છે. થોડાક દિવસ પહેલાં જ કેન્દ્રિત ‘દ ઝોયો ફેક્ટર’રજુ થઇ. આ ફિલ્મમાં પ્લેયરોનો અંધવિશ્વાસ બતાવવામાં આવ્યો હતો. એક ક્રિકેટ પ્લેયર દરેક મેચમાં લાલ રૂમાલ પોતાના ગજવામાં રાખે છે.એક ખેલાડીએ જે અંડરવેર પહેરીને સેન્ચ્યુરી મારી હતી એજ અંડરવેરને જાતે ધોઇને દરેક મેચમાં પહેરતો હતો. કેટલાક ખેલાડી સેન્ચ્યુરી મારીને આકાશ તરફ જોઇને ધન્યવાદ આપે છે. કટેલા જમીનનો આભાર માને છે. બ્રાઝીલના મહાન ખેલાડી પેલેના શહેરમાં કોઇ દુકાનદાર તેમનાથી પૈસા નથી લેતો. એ તેમના પ્રતિનો આદર છે. મહાન મેરેડોનાના હાથને ફૂટબોલ અડી ગયો હતો, જે રેફરી જોઇ શક્યો નહીં અને મેચ બાદ મેરેડોનાએ કહ્યું ‘ધેટ વાઝ હેન્ડ ઓફ ગોડ’.રાની મુખર્જી અભિનીત ફિલ્મનું નામ હતું ‘હઇશા’.જેમાં રાની એક છોકરાનું રૂપ ધારણ કરીને ક્રિકેટ રમે છે, તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ ‘સાંડ કી આંખ’માં બન્ને કલાકારો મોટી ઉંમરની નિશાનેબાજ મહિલાઓનું પાત્ર ભજવે છે. આ એક બાયોપિક છે.બેડમિન્ટન,ટેબલ ટેનિસ અને ટેનિસના સ્કોર બનાવવા માટે ‘લવ’શબ્દનો પ્રયોગ કરાય છે.ઇન્દોરની વિભાવરી સંસ્થાના સભ્યોએ બેડમિન્ટન રમત પર અાધારિત ‘લવ ઓલ’નામની પૂરી ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં કર્યું છે. દેશના ઉત્તમ ખેલાડીઓએ તેમને સહકાર આપ્યો. કેકે મેનન કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. સુધાંશુ શર્માએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. સોનલ શર્માએ ગીત લખ્યા છે અને સૌરભે ધૂન બનાવી છે. સોનૂ નિગમે કંઠ આપ્યો છે. ફિલ્મ નિર્માણની મોંઘી પ્રક્રિયાને મુંબઇ, ચેન્નઇ, કોલકાતાથી બહાર કાઢીને નાના શહેરો અને ગામડાઓમાં લઇ જવી જોઇએ. નાના શહેરોમાં અંદર ઓછું હોય છે તેમજ વસ્તુઓના ભાવ પણ ઓછા.ખાકસરે ‘શાયદ’નું શૂટિંગ ઇન્દોરમાં કર્યું હતું અને ફિલ્મનો ખર્ચ એ જ શહેરમાં પ્રદર્શનથી નીકળી ગયો. નિદા ફાઝલી અને માનસ મુખર્જી એ ગીત-સંગીતની રચના કરી હતી. દારુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને જ નિદા ફાઝલીએ અામ રજુ કર્યું છે. ‘દિન ભર ધૂપ કા પર્વત કાટા, શામ કો પીને નિકલે હમ’જેન ગલિયો મેં મોત બિછી થી, ઉનમે જીને નિકલે હમ’ ભોપાલમાં શૂટ કરાયેલી ફિલ્મને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ કરમુક્ત કરી છે જેથી પ્રોત્સાહનરૂપે થોડાક પૈસા આપી શકે છે.તેમની યોજના ગામડાઓ પર શોર્ટ ફિલ્મ બનાવવાની છે.વિભાવરી સંસ્થાના સભ્યો પોતાના સભ્યો દ્વારા રોકાયેલા પૈસાથી બધી ગતિવિધિઓનું સંચાલન કરે છે.
ખે
જયપ્રકાશ ચોક્સે
jpchoukse@dbcorp.in
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31d78gf
via
IFTTT
No comments:
Post a Comment