
એક ખેડૂતની પાસે એક वृવૃદ્ધ ખચ્ચર હતો.ખેતરમાં થોડોક સામાન લઇ જવા અને નાનુ-મોટુ વજન ઉઠાવવા માટે ખેડૂત તેનો ઉપયોગ કરતો હતો. એક દિવસ તે ખચ્ચર ખેતરમાં બનેલાં કૂવાંમાં પડી ગયો. ખેડૂતે પૂરી સ્થિતિનું આકલન કર્યું અને ખચ્ચર પ્રત્યે સહાનુભૂતિ દાખવી. જોકે, આ નિષ્ઠુર હૃદય ખેડૂતને ખચ્ચર અથવા કૂવાને ખરાબ થવાથી બચાવવાના પ્રયાસમાં કોઇ ફાયદો નજર ન આવ્યો. તેણે પોતાના પાડોશીઓને બોલાવ્યા અને તેમને પૂરી સ્થિતિથી માહિતગાર કર્યા. તેણે કહ્યું કે આપણે બધા ભેગા મળીને કૂવામાં માટી નાંખીને વૃદ્ધ ખચ્ચરને ત્યાં જ દફનાવીને તેને તેના તમામ દુ:ખોથી છુટકારો અપાવીએ. ખચ્ચરે જ્યારે આ સાંભળ્યું તો તે ગુસ્સાથી પાગલ જેવો બની ગયો. પણ,પછી જ્યારે ખેડૂત અને તેના પાડોશીઓ પાવડાથી માટી કૂવામાં નાંખવા લાગ્યા તો માટી-પથ્થર તેની પીઠ પર ઇજા પહોંચાડી રહ્યા હતા ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે જ્યારે પાવડો ભરીને માટી તેની પર પડશે તો તે પીઠ હલાવીને તેને ઝાટકી દેશે. આમ તે પડેલી માટેના લીધે ફરી ઊભો થઇ જશે. તેણે એવું જ કર્યું. માટી-પથ્થરના દરેક પ્રહાર પર તે પોતાને કહેતો, પીઠ હલાવીને તે પાડી જે અને ઉપર ઉઠો... પાડી દો અને ઉપર ઉઠો. તે પોતાને પ્રોત્સાહિત તેમજ પ્રેરિત કરવા માટે આ મંત્ર વારંવાર બોલતો. પછી ભલે તેને તેની ઉપર પડતી માટી-પથ્થરથી ઇજા ગમે તેટલી પીડાકારક કેમ ન લાગતી. વૃદ્ધ ખચ્ચર ઘબરાહટ પર કાબૂ મેળવીને એજ કરતો રહ્યો.માટી પાડી દેવી અને તેની ઉપર ઊભા થવું. વધુ સમય પસાર થયો ન હતો કે ખચ્ચરે ખરાબ રીતે ઘાયલ તથા થાકી ગયા હોવા થતાં એ કૂવાની દીવાલથી બાહર જેટલા ભાવથી ડગ માંડ્યા !!એવું લાગતું હતું કે ઉપરથી પડતી માટે તેને કૂવામાં જ દફન કરી દેશે, તેણે જ તેને બચાવી લીધો. તેણે જે રીતે સંકટનો સામનો કર્યો તેના લીધે જ એ સંભવ બન્યું. જિંદગી પણ આ જ છે. આપણે સમસ્યાઓનો સામનો કરીએ તો સકારાત્મકતાથી તેનો જવાબ આપો.ઘબરાહટ, કટુતા અથવા લાચારીના લાધે હાર માનવી જોઇએ નહીં.
શીખ : મુશ્કેલ સ્થિતિમાં આપણે ગભરાઈ જઇએ છીએ. મદદ ન મળતા કટુતા આવે છે,અને લાચારી પંગુ બનાવી દે છે. આ ભાવનાના બદલે સકારાત્મકતા આપણે ને માર્ગ ચીંધે છે
ધૂપ કા ટુકડા|ઘર્મગ્રંથથી
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IOG0O1
via
IFTTT
No comments:
Post a Comment