વર્ષો અગાઉ લંડનથી સાવડાના નવા તળાવમાં આવતા નયનરમ્ય પક્ષીઓના ઝુંડની ફોટોગ્રાફી માટે આવેલા જ્હોન હન્ટની નજર સાવડામાં ગરીબ લોકોના ઝુંપડામાં રહી અભ્યાસ કરતા બાળકો પર પડી. આથી એમણે સાવડાના શિક્ષક પ્રકાશભાઇ અને વાંસતીબેન સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્હોન હન્ટે વ્યથિત હ્રદયે લંડન પરત ફર્યા બાદ લંડનના લોટસ ગૃપના ચેરમેન સારા અને તેમના પતિ એરિકને વિગતવાર માહિતી આપી હતી. એમણે ફરી ભારત આવી સાવડા ગામે ગરીબ અને પછાત વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આશ્રમશાળા માટે રૂ. 15 લાખની આર્થિક મદદ કરી હતી. શનિવારે ફરી એમણે રણકાંઠાના સાવડા અને દેગામની આશ્રમશાળાની મુલાકાત લઇ માનવતા માટે નાત-જાત કે દેશના સીમાડા નડતા નથી તે નજરે નિહાળ્યું હતુ. એમણે દેગામ આશ્રમશાળાના સંચાલકોને મળીને અભ્યાસમાં દિકરા-દિકરીને સમકક્ષ રાખવા પર ભાર મુકવા સાથે આખો દિવસ વિદ્યાર્થીઓ સાથે વિતાવ્યો હતો.
રણ વિસ્તારના ગરીબ બાળકો માટે શાળા સ્થપાઈ હતી
લંડનથી આવેલા જ્હોન હન્ટે દેગામ આશ્રમશાળાની વિદ્યાર્થિનીને અંગ્રેજીમાં ક્યા ધોરણમાં ભણે છે એવુ પૂછતા એ ખડખડાટ હસી પડી હતી.
વર્ષો પહેલાં રાજ્યના ભૂતપૂર્વ નાણાપ્રધાન સ્વ.સનતભાઇ મહેતા તથા વઢવાણના પૂર્વ ધારાસભ્ય સ્વ.અરવિંદભાઇ આચાર્યએ રણ વિસ્તારના છેવાડાના ગામડાના ભુલકાઓ અભ્યાસ કરી ભણી ગણીને આગળ આવી શકે એવા સ્વપ્ન સાથે પાટડી તાલુકાના સાવડા, દેગામ અને વિરેન્દ્રગઢમાં આશ્રમશાળાની સ્થાપના કરી હતી. ત્યારથી આવી શાળામાં ગરીબ બાળકો ભણી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BaUqDU
via IFTTT
No comments:
Post a Comment