ભરૂચમાં પબજી રમવામાં મશગુલ યુવાન ધસમસતી આવતી ટ્રેનની નીચે કચડાઈ ગયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

ભરૂચમાં પબજી રમવામાં મશગુલ યુવાન ધસમસતી આવતી ટ્રેનની નીચે કચડાઈ ગયો

ભરૂચના પગુથણ ગામનો યુવાન ઈલેક્ટ્રીશિયનનું સારું કામ જાણતો હોય પરિવારને મદદરૂપ થવા માટે નોકરીની શોધમાં નીકળ્યો હતો. તેવામાં મોબાઈલમાં પબજી ગેમમાં વ્યસ્ત યુવાનનું ટ્રેનની અડફેટે આવી જતાં કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ભરૂચ સી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના પગુથણ ગામે રહેતા મુસ્તકિન ફારૂક દિવાન 11 ઓક્ટોબરનાં રોજ પાનોલી ખાતે એક કંપનીમાં નોકરી માટે ઈન્ટર્વ્યુ આપવા અર્થે ઘરેથી સવારે નીકળ્યો હતો. મુસ્તકિન રેલવે ટ્રેકની બાજુમાંથી ચાલી રહ્યો હતો ત્યારે કાનમાં હેડફોન ભેરવીને પબજી ગેમ રમવામાં મસ્ત હતો. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી સુપરફાસ્ટ ડબલ ડેકર ટ્રેન નજીકમાં આવતાં નજીકમાં ઉભેલા લોકોએ બુમાબુમ કરી હતી. વળી ટ્રેનના ચાલકે પણ અનેક હોર્ન માર્યા હતા. ટ્રેનની અડફેટે આવી જતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

કોલ્ડ સ્ટોરેજ બંધ હોઇ પરિવારને મૃતદેહ પણ નશીબ ન લાગ્યો

બિનવારસી લાશ હોવાથી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનો હતો. પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો. જેથી પરિવારજનોને દીકરાનો મૃતદેહ પણ નશીબ થયો નહોતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31efQuC
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here