
આજે સહકારી અગ્રણી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા, પત્રકારત્વના ઇતિહાસકાર રતન રુસ્તમ માર્શલ અને માબાપ વગરના બાળકોના ‘માબાપ’ તરીકે પ્રસિદ્ધ થયેલા નાગજી દેસાઈનો જન્મદિવસ અને સિક્કાશાસ્ત્રી પરમેશ્વરીલાલ ગુપ્ત અને સ્વતંત્રતા સૈનિક મોહન ધારિયાની પુણ્યતિથિ છે. શ્વેત દાઢી, વિશાલ કપાળ, મજબૂત બાંધો અને સદૈવ ખાદીમાં સજ્જ રહેતા નાગજીભાઈનો જન્મ ઉત્તર ગુજરાતના માણેકપુર ગામે માલધારી પરિવારમાં થયો હતો. 1959માં બિસમાર અને ખંડેર જેવા મકાનમાં અનાથ અને નિરાધાર કે ત્યજાયેલા બાળકો માટે સુરેન્દ્રનગરમાં અનાથાશ્રમ શરૂ કર્યો. ભાઈ અને તાઈ તરીકે ઓળખાતા પતિ-પત્ની મિત્રો પાસેથી ઉઘરાવેલા ધાબળાઓથી શિયાળાની ઠંડીમાં ઠૂંઠવાતા માનવીઓને બચાવવાનું કામ કરતા. તે પછી બાલાશ્રમ, છાત્રાલય, બાલગૃહ, પુસ્તકાલય, અનાથ બાળકોનું કલ્યાણ કેન્દ્ર, ભગિની સંસ્થા અને મૈત્રી વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ શરૂ કરી સાંદીપની ઋષિના આશ્રમની જેમ અનેક યશોદાનંદનો અને સુદામાઓને જીવનશિક્ષણ સંપડાવ્યું. આ ભગીરથ કાર્ય દ્વારા નાગજીભાઈએ ‘ત્રણ વાના મુજને મળ્યા : હૈયું, મસ્તક અને હાથ,બહુ દઈ દીધું નાથ! જા, ચોથું નથી માંગવું’ કાવ્યપંક્તિને સાર્થક કરી હતી. 20 ઓગસ્ટ 2019એ તેમનું અવસાન થયંુ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32e9gWi
via
IFTTT
No comments:
Post a Comment