પોરબંદરના સોઢાણા ગામ નજીક કુંજવેલમાં વરસાદ બાદ ભારે પૂરના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

પોરબંદરના સોઢાણા ગામ નજીક કુંજવેલમાં વરસાદ બાદ ભારે પૂરના


પોરબંદરના સોઢાણા ગામ નજીક કુંજવેલમાં વરસાદ બાદ ભારે પૂરના કારણે પાણી ભરાયા હતા. ગત તા. 30-09 ના રોજ પોરબંદરના ટયૂશન સંચાલક વિરેનભાઇ મજીઠીયા તેમના માતા-પિતા સાથે કાર મારફત જામનગરથી પોરબંદર તરફ આવતા હતા તે દરમ્યાન સોઢાણા ગામ નજીક આવેલી કુંજવેલમાં કાર પાણીના વહેણમાં તણાઇ ગઇ હતી, અને ટયૂશન સંચાલક વિરેનભાઇ મજીઠીયા અને તેના માતા-પિતા કાર સહિત પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેથી NDRF ટીમ અને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કયૂ હાથ ધર્યુ હતુ અને બે દિવસ બાદ વિરેનભાઇ મજીઠીયા અને તેની માતાનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે અરવિંદભાઇનો મૃતદેહ હાથ લાગ્યો ન હતો. આ દુર્ઘટનાને 13 દિવસ થયા બાદ આજે રવિવારે દેવભુમી દ્રારકા જીલ્લાના ગોરાણા ગામની નયડ સીમમાંથી અરવિંદભાઇનો મૃતદેહ સ્થાનિકોની નજરે ચડતા, પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને અરવિંદભાઇના મૃતદેહને જામનગર પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તસ્વીર - જીતુ કારાવદરા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31aej8D
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here