ગીરગઢડા તાલુકાના પડાપાદર ગામે છેલ્લા વીસ વર્ષથી આથમણા અને ઉગમણા પડા બન્ને ગામો વચ્ચેથી રાવલ નદી પસાર થતી હોય આ નદીમાં દરચોમાસા દરમિયાન ગામના ખેડૂતો તેમજ બાળકોને શાળાએ જવા આવવા વહેતા પાણીમાંથી જીવ ના જોખમે પસાર થવું પડતુ હતું. જેને લઇ ગ્રામજનો તેમજ ખેડૂતો આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા પુલ બનાવવાની કોઇ કાર્યવાહી હાથ ધરતુ ન હોય. આ બાબતે દિવ્યભાસ્કરે તા.7 સપ્ટેમ્બર 2019ના અખબારી અહેવાલો પ્રસિધ્ધ કર્યા બાદ અને જિલ્લા પંચાયતના મહીલા પ્રમુખે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના કાર્યલય ખાતે રજુઆત કરતા આખરે વર્ષો જુની સમસ્યા સરકારના કાને સંભળાય હોય તેમ નાયબ મુખ્યમંત્રી કાર્યલય દ્વારા પંચાયત પેટા વિભાગની કચેરીને પુલ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવા આદેશ કરાયેલ છે. આથમણા અને ઉગમણા ગામે અંદાજીત બારસો લોકોની વસ્તી ધરાવતુ ગામ હોય અને ગામ બન્ને કાંઠા પર વહેચાયેલ હોય બન્ને ગામ વચ્ચે અવર જવર કરવા પુલ આવેલ હતો. તે પુલ વીસ વર્ષ પહેલા તુટી ગયેલો અને લોકો નદીમાંથી અવર જવર કરતા હતા. તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ ખેતીવાડી સાથે જોડાયેલા ખેડુતોને તેમજ તેમના પરીવારોને રોજીંદા શિક્ષણ, આરોગ્ય તેમજ સામાજીક કામ માટે ચોમાસા દરમિયાન પુરનું પાણી નદીમાં આવતા બન્ને ગામ વિખુટા પડી જતા હોય જેના કારણે કાયમી સંપર્ક વિહોણા રહેવુ પડતુ હતું અને જીવના જોખમે ઉંડા પાણી વચ્ચેથી લોકોને અવર જવર કરવુ પડતુ હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IN8VSu
via IFTTT
No comments:
Post a Comment