જવાબ | ડુંગળીનું વાવેતર ટૂંકા અંતરે થતું હોવાથી આંતરખેડ શક્ય નથી. પરંતુ ૨ થી ૩ વખત હાથ નિંદામણ કરવું. પરંતુ જ્યાં નિંદામણ ખૂબ જ રહેતું હોય અને મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુક્લોરાલીન ૪૫ ઇસી (બાસાલીન) ૪૦ મીલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છટકાવ કરવો એટલે કે એક હેક્ટરે ૨ લિટર દવા પ૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જ્ણાય તો એક માસ બાદ ૧ થી ૨ વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમિથાલીન ૩૦ ટકા ઇસી (સ્ટોમ્પ) ૪૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના ૩૬ કલાકમાં જમીનમાં છટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૩૦ દિવસે ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫ ટકા ઈ.સી. (ટરગા સુપર) ૧૨.૫ થી ૧૭.૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B9sznD
via IFTTT
No comments:
Post a Comment