3 સપ્તાહ, 3 ફિલ્મ અને 3 બાલ્ડ હીરો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

3 સપ્તાહ, 3 ફિલ્મ અને 3 બાલ્ડ હીરો

બોલિવૂડમાં આવતા 3 સપ્તાહમાં ત્રણ એવી ફિલ્મો રિલીઝ થશે જેમાં લીડ એક્ટર બાલ્ડ લુકમાં જોવા મળશે. સૌથી પહેલા 25 ઓક્ટોબરના ‘હાઉસફુલ 4’માં અક્ષય કુમાર. તેના પછી 7 નવેમ્બરના ‘બાલા’માં આયુષ્યમાન ખુરાના અને પછી તેના એકદમ બીજા જ દિવસે ‘ઉજડા ચમન’માં સની સિંહ બાલ્ડ રોલમાં દેખાશે. અહીં વાંચો, કમાણીનો પાક ઉગાવવા કેવી રીતે બાલ્ડ થઈ રહ્યા છે તેમના માથા.

રાજકુમાર બાલા બનાવવા માટે અઢી કલાક થતો હતો અક્ષયનો મેકઅપ

ફિલ્મ ‘હાઉસફુલ 4’માં અક્ષય કુમાર બે લુકમાં જોવા મળ્યો જેમાં તેનો એક લુક 14મી સદીના રાજકુમાર બાલાના રોલનો છે. આ લુકમાં તે બાલ્ડ લુકમાં જોવા મળશે જેના માટે તૈયાર થવામાં તેને રોજ આશરે અઢી કલાકનો સમય લાગતો હતો. આ દરમિયાન તેનો પ્રોસ્થેટિક મેકઅપ થતો હતો. આ સિવાય ઘણી વખત તેને ફુલ મેકઅપ પછી લુક ટેસ્ટ પણ આપવો પડતો હતો.

અક્ષયને આ રીતે બનાવ્યો બાલા

અક્ષય કુમારને આ લુક આપવામાં મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિ શીલની મહેનત છે. અક્ષયને સંપૂર્ણપણે બાલ્ડ લુક આપવા માટે તેને ખૂબ મહેનત કરવી પડતી હતી. આટલું જ નહીં અક્ષયના લુક સિવાય તેના કોસ્ટ્યૂમના પણ પ્રોબ્લેમ હતા. પીરિયડ ડ્રામા માટે રિમ્પલ અને હરપ્રીતે તેના ડ્રેસ તૈયાર કર્યા. આ બંને પણ પ્રીતિ શીલની જેમ ‘પદ્માવત’માં કામ કરી ચૂક્યા છે.

‘સ્ત્રી’ ફિલ્મ હોરર ઓછી અને કોમેડી વધુ હતી : વિક્રમ

ડાયરેક્ટર્સ કટ...

ઇન્ડિયન હોરર ફિલ્મોના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંથી એક ‘સ્ત્રી’ને લઈને આજ સુધી તે ઝોનરના જાણકાર વિક્રમ ભટ્ટનું મોટું નિવેદન આવ્યું છે. તેણે સ્પષ્ટ રીતે કહ્યું, ‘મેં આ ફિલ્મ અત્યાર સુધી જોઈ નથી. જ્યારે તે રિલીઝ થઈ હતી તો હું મારી ફિલ્મ શૂટ કરી રહ્યો હતો. હા, તે ફિલ્મ વિશે મેં જેટલું સાંભળ્યું છે તેનાથી મારી એવી ધારણા બની કે તે હોરર નહીં હોરર કોમેડી ઝોનરની ફિલ્મ હતી. ડર કરતા વધુ લોકોને હસવું આવ્યું હશે. ડરના ડોઝને પણ હસીના પડીકામાં વીટીને આપવાની પ્રથા શરૂ થઈ. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. જોકે, હું વિશુદ્ધ હોરર ફિલ્મ જ બનાવતો રહ્યો છું.’

1984

માં રિલીઝ થયેલી ફિલ્મ સારાંશમાં અનુપમ ખેર બાલ્ડ લુકવાળા પહેલા એક્ટર બન્યા.

ત્રણથી ચાર કલાક મેકઅપ થતી વખતે નેટફ્લિક્સ જોતા હતો: સની સિંહ

અન્ય લોકો સેટ પર સાત વાગે આવતા હતા. મારે સવારે ચાર વાગે આવવું પડતું હતું. ફિલ્મમાં મારા મેકઅપમાં અઢીથી ત્રણ કલાકનો સમય લાગતો હતો. ક્યારેક-ક્યારેક તો ચાર કલાક પણ પ્રોસ્થેટિકમાં જતા રહેતા હતા. પ્રીતિ શીલ અને તેમની બહેન સુખમણીએ મારો મેકઅપ કર્યો છે. બંનેએ ભણસાલી અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યુ છે. તે દરમિયાન ગીત સાંભળતો હતો અથવા પછી નેટફ્લિક્સ પર વેબ સીરીઝ જોતો હતો. ઘણી વખત પોતાના ડાયલોગ્સ પણ યાદ કરી લેતો હતો. શૂટ પૂરું થયા પછી મેકઅપ રિમૂવ કરવામાં 20 મિનિટ લાગી જતા હતા. પ્રોસ્થેટિક સાથે ખૂબ જ સારો અનુભવ રહ્યો.

2019

માં ગોન કેશ પહેલી ફિલ્મ બની જેમાં લીડ રોલ પ્લે કરનારી યુવતી બાલ્ડ

લુકમાં દેખાઈ.

શું છે બાલ્ડ એન્ડ કેર ફ્રી ડે

ઇંગ્લેંડના રહેવાસી થોમસ અને રુથ રૉયે આ દિવસને સેલિબ્રેટ કરવાની શરૂઆત કરી હતી. તેને સેલિબ્રેટ કરવાથી તેમનો હેતુ હતો કે બાલ્ડ થયા પછી પણ એક વ્યક્તિ સ્વયંને પ્રેમ કરે અને કેર ફ્રી રહે.

બાલ્ડ થવાની જગ્યાએ આયુષ્માને યૂઝ કરી સ્કલ્ડ કેપ

બાલ્ડ પ્રોબ્લેમથી પીડાતા એક યુવાની કહાણી પર આધારિત ફિલ્મ ‘બાલા’ માટે આયુષ્યમાન ખુરાનાએ બાલ્ડ થવાની જગ્યાએ સ્કલ્ડ કેપનું ઓપ્શન પસંદ કર્યુ. આયુષ્યમાન જણાવે છે, ‘બાલામાં હું બાલ્ડ નથી થયો કારણ કે તેની કહાણીમાં કેટલાક જુદા-જુદા સ્ટેજ છે. જો હું બાલ્ડ થઈ જતો તો આગળના લુકને કેવી રીતે મેન્ટેન કરતો એટલે આ ફિલ્મમાં મેં સ્કલ કેપ પહેરવી પ્રિફર કરી. તેને પહેરીને ગેટઅપમાં આવવામાં મને અઢી કલાક લાગતા હતા.

‘સ્ત્રી’ પછી બોલિવૂડમાં હોરર-કોમેડી ઝોનરની અનેક ફિલ્મો બની રહી છે. આ ફિલ્મોને મોટા બેનર સ્થાપિત કલાકારોની સાથે બનાવી રહ્યા છે. આ વિશે વિક્રમ કહે છે, ‘પહેલા આવું ન હતું. સંપૂર્ણ દુનિયામાં હોરર ઝોનર કાયમ નવા ચહેરા લઈને બનતા રહ્યા છે. અમે પણ એ જ કરતા રહ્યા. ‘રાજ’ના સમયે બિપાશા બાસુ અને ડીનો મોરિયા નવા ચહેરા હતા. આગળની ફ્રેન્ચાઇઝીમાં પણ નવા ચહેરાની સાથે અમે કામ કર્યુ હતું. હું તો માનું છું કે અન્ય ઝોનરની જેમ હોરર ઝોનરમાં પણ 200 કરતા 300 કરોડ ક્લબમાં સામેલ થવાની સંપૂર્ણ ક્ષમતા છે.’

જ્યારે-જ્યારે સ્ક્રીન પર

દેખાયા બાલ્ડ કલાકારો

આ રહ્યા સૌથી ફેમસ

યાદગાર બાલ્ડ લુક

અમરિશ પુરી - ઇન્ડિયાના ડોન્સ એન્ડ ધ ટેમ્પલ ઑફ ડૂમ

ચર્ચિત બાલ્ડ એક્ટર

આમિર ખાન - ગજની

સ્ટાઇલિશ બાલ્ડ એક્ટર

રજનીકાંત - શિવાજી

ધ બોસ

ટૂંક સમયમાં આ પણ દેખાશે બાલ્ડ

સ્ક્રીન પર સૌથી પહેલા બાલ્ડ એક્ટર બન્યા હોત દિલીપ કુમાર

1980ના દાયકામાં બી. આર. ચોપરા ‘ચાણક્ય ચંદ્રગુપ્ત’ નામની એક ફિલ્મની યોજના બનાવી. તેમણે દિલીપ કુમારને ચાણક્ય અને ધર્મેન્દ્રને ચંદ્રગુપ્ત માટે કાસ્ટ કર્યા. ફિલ્મ માટે નિર્માતાઓએ તે સમયે એક લાખ રૂપિયા કરતા વધુ ખર્ચ કરીને હોલિવૂડના પ્રશિક્ષિત મેકઅપ આર્ટિસ્ટ સરોશ મોદીને બાલ્ડ કેપ ડિઝાઇન કરવા માટે લંડન મોકલ્યા હતા જેને દિલીપ કુમાર સંપૂર્ણ ફિલ્મમાં પહેરવાના હતા. બધુ જ નક્કી થઈ ચૂક્યું હતું અને ફિલ્મની શરૂઆત થવાની હતી પરંતુ અચાનક નિર્માતાને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને આ ફિલ્મ ત્યાં જ બંધ થઈ ગઈ.

જે રોલ માટે ખરેખર બાલ્ડ થયા

શાહિદ કપૂર - હૈદર

રણવીર સિંહ - બાજીરાવ મસ્તાની

અંતરા માલી - એન્ડ વંસ અગેઇન

શબાના આઝમી - વૉટર

પોસ્ટર આઉટ: શીર કોરમા

અર્જુન કપૂર - પાનીપત

સંજય દત્ત - શમશેરા

દિવ્યા દત્તા, સ્વરા ભાસ્કર અને શબાના આઝમી સ્ટારર ફિલ્મ ‘શીર કોરમા’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ફરાજ આરિફ અન્સારીએ ડાયરેક્ટ કરી છે.

ચર્ચિત બાલ્ડ ખલનાયક

કુલભૂષણ ખરબંદા - શાન



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057
Div News - 3 weeks 3 films and 3 bald heroes 062057


from Divya Bhaskar https://ift.tt/2oGqpsZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here