બ્લેકલિસ્ટનો ડર, પાકિસ્તાને આતંકી પકડ્યાનો દેખાડો કર્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

બ્લેકલિસ્ટનો ડર, પાકિસ્તાને આતંકી પકડ્યાનો દેખાડો કર્યો

એફએટીએફની બેઠક આજથી પેરિસમાં શરૂ

એજન્સી ‌| ઇસ્લામાબાદ

પેરિસમાં સોમવારથી શરૂ થઇ રહેલી ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. બીજી તરફ પાકિસ્તાનની ચિંતા વધી રહી છે. આતંકવાદીઓને સાથ આપવા બદલ પાકિસ્તાન આગામી 24 કલાકમાં બ્લેકલિસ્ટ પણ થઇ શકે છે. એવામાં હતાશ પાક.એ અગાઉની જેમ જ નાપાક ચાલ ચાલવાનું શરૂ કરી દીધું છે. તે ખોટું બોલીને વૈશ્વિક સંસ્થાને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યું છે. પાક.ના આતંકવાદ વિરોધી વિભાગે (સીટીડી) કહ્યું કે તેણે હાફિઝ સઇદ અને તેના 4 સાથીની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ પણ સીટીડીએ ભારતમાં આતંકી સંગઠન જેયુડી સાથે જોડાયેલા 2 આતંકીની ધરપકડ કર્યાનો દાવો કર્યો હતો.

ઇરાનમાં રાષ્ટ્રપતિ રુહાનીને મળ્યા પાક. PM ઇમરાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન રવિવારે ઇરાનના એક દિવસના પ્રવાસ અંતર્ગત રાજધાની તેહરાન પહોંચ્યા. ત્યાં રાષ્ટ્રપતિ પેલેસમાં તેમણે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત કરી. બન્નેએ પરસ્પરના સંબંધો તેમ જ અખાતી તંગદિલી અંગે ચર્ચા કરી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - fear of blacklist pakistan showcased terrorist attacks 062105


from Divya Bhaskar https://ift.tt/2qdg20t
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here