
નુ આનંદ લાંબા સમયથી સક્રિય છે. તેમણે ફિલ્મો બનાવવાનું છોડી દીધું છે પરંતુ એક્ટિંગ ચાલુ રાખી છે. ત્યાં સુધી કે જાહેરાત ફિલ્મોમાં પણ તે જોવા મળે છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ નિર્દેશન સાથે કરી હતી. તેમના પિતા ઇંદરરાજ આનંદે સ્ક્રિપ્ટ્સ લખી છે, સંવાદ લખ્યા છે. ઇંદરરાજ આનંદના લગ્ન પૃથ્વીરાજ કપૂરની ધર્મની બહેન સાથે થયા હતા. ટીનુના ભાઈ બિટ્ટી આનંદ ઋષિ કપૂરના ક્લાસમેટ અને નજીકના મિત્ર રહ્યા છે. ઇંદરરાજ આનંદના કહેવા પર ટીનુ આનંદના સત્યજીત રાયના સહાયક નિર્દેશક નિમણુક થયા. તે સમયે અમિતાભ બચ્ચન કોલકાતામાં જ નોકરી કરતા હતા. એક દિવસ ટીનુ આનંદે અમિતાભ બચ્ચનને શૂટિંગ જોવા આવેલા લોકોની ભીડમાં જોયા. તેમણે અમિતાભ બચ્ચનને શૂટિંગ જોવાની સગવડતા આપી. આ નાનકડા ઉપકારના પુરસ્કાર સ્વરૂપ થોડા વર્ષો પછી અમિતાભ બચ્ચને પોતાની નિર્માણ સંસ્થામાં બનનારી ફિલ્મ ‘મેજર સાહબ’ના નિર્દેશનની જવાબદારી ટીનુ આનંદને આપી. ‘મેજર સાહબ’ અમેરિકી ફિલ્મ ‘અ જન્ટલમેન એન્ડ એન ઓફિસર’થી પ્રેરિત હતી. આવી જ રીતે અબરાર અલ્વીએ ‘ફિડલર ઑ ધ રૂફ’ના ભારતીયકરણમાં જાતીય સમીકરણને નજરઅંદાજ કરી દીધા હતા. ફિડલરમાં યહુદી પિતાની સાત સુંદર પુત્રીઓ છે અને તે ખ્રિસ્તી વિસ્તારમાં રહે છે. તમામ યુવા આ સુંદર કન્યાઓના દીવાના છે. તેના ભારતીયકરણમાં પણ શૂદ્રની સાત સુંદર પુત્રીો છે અને તે બ્રાહ્મણ વિસ્તારમાં રહે છે. અબરાર અલ્વીની આ કથા પર ફિલ્મ પૂરી ન થઈ શકી.જોકે, ટીનુ આનંદને નિર્દેશનની પહેલી તક ભાઈ બિટ્ટૂ આનંદે આપી અને અમિતાભ બચ્ચન અભિનીત ‘કાલિયા’ સફળ ફિલ્મ રહી. કોલકાતામાં સત્યજીત રાયના શૂટિંગથી શરૂ થઈ અમિતાભ બચ્ચન અને ટીનુના સંબંધો ‘કાલિયા’માં એક મુકામ પર પહોંચ્યા. ‘મેજર સાહબ’ ઘણા સમય પછીની ફિલ્મ છે. બોફોર્સ વિવાદના દુ:ખદ દિવસોમાં અમિતાભ બચ્ચન અડધી રાત પછી પોતાની કામમાં ટીનુ આનંદને બેસાડીને વહેલી સવાર સુધી શહેરનું ભ્રમણ કરતા હતા. તે બંને આ યાત્રામાં એક શબ્દ પણ નહોતા બોલતા. લંડનની કોર્ટેે અમિતાભ બચ્ચનને બોફોર્સ કાંડમાં નિર્દોષ માન્યા. આ વાત ભુલાવી દેવાઇ કે બોફોર્સ ગન જ કારગિલ યુદ્ધમાં કામ આવી હતી. બોફોર્સ ગનના કમીશનના બદલામાં લિટ્ટેને શસ્ત્ર આપવામાં આવ્યા હતા.ટીનુ આનંદે અમિતાભ બચ્ચન અભિનીત ‘અગ્નિપથ’માં ચરિત્ર ભૂમિકા ભજવી હતી. તેમણે રાજકુમાર સંતોષીની ‘લજ્જા’માં પણ એક દુરાચારી મહાજનની ભૂમિકા ભજવી હતી. ટીનુ આનંદે અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘શિનાખ્ત’ની જાહેરાત કરી હતી પરંતુ ફિલ્મ પૂરી ન થઈ શકી. આ ફિલ્મ ‘બોર્ન આઇડેન્ટિટી’ નામના ઉપન્યાસથી પ્રેરિત હતી. જેનો કથાસાર એવો હતો કે દરિયાકિનારે વસેલા કસબામાં લહેરો એક ઇજાગ્રસ્ત વ્યક્તિને કિનારા પર ફેંકીને જતી રહી. તે કસબામાં એક દારૂડિયો સર્જન રહે છે જેનું લાઇસન્સ રદ્દ થઈ ગયું છે. લોકો ઇજાગ્રસ્ત વ્યક્તિને તેની પાસે લાવે છે. સર્જન ગોળી કાઢે છે. તેની પાસે એનેસ્થેશિયા ન હોવાથી તે ઇજા પર ખૂબ દારુ રેડેે છે. દર્દીના ગળામાં પણ દારુ નાખે છે. ગોળી કાઢતી વખતે તેના હાથમાં દબાયેલી પ્લાસ્ટિકની એક ચિઠ્ઠી નીકળે છે જેમાં એક અંક લખ્યો છે.દર્દી ભાનમાં આવે છે પરંતુ યાદશક્તિ ગુમાવી દે છે. તેથી નંબરની મંદદથી જ પોતાની ઓળખ શોધવાનો એકમાત્ર સાધન તેને ઉપલબ્ધ છે. શું આ નંબર કોઈ સ્વિસ બેન્કના ખાતાનો છે?યાદશક્તિ ગુમ થવી દુ:ખદ છે પરંતુ ક્યારેક-ક્યારેય યાદશક્તિ ગુમ થઈ જવી જ એક એનેસ્થેશિયાની જેમ ઉપયોગ સિદ્ધ થઈ શકે છે. યાદ આવે છે કે વિચારક સઇદ મિર્જાએ પુસ્તક લખી છે ‘મેમોરી ઇન ટાઇમ્સ ઑફ એમ્નેશિયા.’
ટી
જયપ્રકાશ ચોક્સે
લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે
પરદે કે પીછે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MvagzC
via
IFTTT
No comments:
Post a Comment