
આવનારાં કેટલાંક વર્ષો બાદ આ વાતનું મહત્ત્વ ખતમ થઇ જશે કે તમે તમારા સંતાન માટે શું-શું ભૌતિક ઉપલબ્ધિઅો-સાધન છોડ્યા. કરિયર, મકાન,બેંક બેલેન્સ, જીવનસાથી આ બધું આપવું તમારો ઉદ્ધેશ હોઇ શકે છે.આને બંધ તો નથી કરવાનું, પણ આ વાત જરૂર ધ્યાનમાં રાખો કે આવનાર સમયમાં આ બધું પોતાનું મહત્ત્વ ગુમાવી દેશે.આપણે બાળકોને ભૌતિક રૂપથી તો સમર્થ બનાવી રહ્યા છીએ, પણ ભૂલી રહ્યાં છીએ કે આત્મિક રૂપથી નબળા થઇ રહ્યા છીએ.માતા-પિતા એ પણ ભૂલી જાય છે કે પોતાની નબળાઇઓ તેમનામાં ટ્રાન્સફર થઇ રહી છે. તમારી ઇચ્છા ન હોવા પર, પણ બાળકો તરંગો દ્વારા તમારી પાસેથી એવું ખોટું લઇ ચૂકયા છે જે આગળ જતાં તેને તકલીફ આપશે. આપણે જે ધન-મિલકત, સફળતા તેમને આપી રહ્યા છીએ અથવા આપણા ઇશારો પર તે મેળવી રહ્યાં છે, એક દિવસ તે તેમના માટે જ્વાળામુખીનો ઢગ બની જશે. પસ્તાવા કરતાં સારું હશે કે આજે જાણો કે તમને શાંતિ કેવી રીતે આપી શકાય?અન્યથા આવનાર સમયમાં આ શાંતિની ભીખ માંગતા જોશો.શાંતિના નામ પર ઘણાં લોકો દુકાનો ચલાવશે, શાંતિ કેવી રીતે મળે, તેના તમાશા થવા લાગશે, પણ શું એનાથી કોઇને શાંતિ મળી જશે?ધ્યાન રાખો, પહેલા શાંતિ તો માતા-પિતાના શરીરથી જ મળશે. ગુરુ, સંત-મહાત્મા, કાઉન્સિલર, મોટિવેટર...આ બધી પછીની આઇટમ છે. તો બાળકોને જે પણ શ્રેષ્ઠ આપી રહ્યા છો , તેમાં શાંતિને જોડી દો.
જીને કી રાહ
પં. વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2puVobN
via
IFTTT
No comments:
Post a Comment