
ઉદાહરણ 1 : 4 ઓક્ટોબરના દિવસે પોલીસકર્મી મુંબઇમાં ગોવંડી વિસ્તારમાં ટ્રેનની ઝપટમાં આવીને જાન ગુમાવી ચૂકેલા એક ભિખારી બિરજુ ચંદ્ર આઝાદની એક રૂમવાળી ઝૂંપડીમાં ગયા.ભિખારી પોતાની પાછળ ફક્ત એક વોટર આઇડી કાર્ડ, પેન કાર્ડ અને આધાર કાર્ડ મૂકીને ગયો હતો. પરંતુ તેમની જગ્યામાંથી 8.77 લાખની ફિક્સ ડિપોઝિટના કાગળો અને 1.5 લાખ સિક્કાથી ભરેેલી પોટલી મળી. આટલા વર્ષોમાં કોઇએ ખબર લીધી ન હતી પરંતુ પોલીસે મીડિયામાં હકીકત જણાવી તો પાંચ લોકો સંબંધી બનીને ત્યાં પહોંચી ગયા જેથી જમા પુંજી હડપી શકે.
ઉદાહરણ 2 : ભિખારીવાળી વાત સત્ય ન માનો તો તમારે નિખિલ ઝવેરીની વાત જાણવી જોઇએ. આ બુધવારે તેમનું નિધન થયું. દક્ષિણ મુંબઇમાં 200 કરોડની સંપતિના માલિક ઝવેરીનું જ્યારે મૃત્યુ થયું તો ત્યાં કોઈ તેમનો મિત્ર નહોતો.બે વાર ડીવોર્સી ઝવેરી પામ બીચ સ્કૂલના માલિક અને પ્રિન્સિપલ હતા. મુંબઇના મલાબાર હિલ્સના જે પ્લોટ પર આ બનેલું છે તેની કિંમત 200 કરોડ છે. ઝવેરીની બીજી પત્નીથી એક પુત્ર છે અને જાન્યુ. 2005માં તેમનો ડીવોર્સ થઇ ગયા.
2009માં ઝવેરી હટિંગટન નામની બીમારીના શિકાર થયા, જે એક ન્યુરોલોજિકલ વિકાર છે જ્યારે તેમની સારવાર ચાલી રહી હતી તો તેમની પહેલી પત્ની દીપ્તિ પંચાલે કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને આ 200 કરોડની પ્રોપર્ટી પર દાવો કર્યો. ઝવેરીની બીજી પત્નીના દીકરા રેયાનને, પોતાની સાવકી મા દીપ્તિ વિરુદ્ધ પોલિસમાં FIR કરી અને તેના પર પિતાની નકલી સાઇન કરવાનો આરોપ લગાવ્યો.
આ વચ્ચે ઝવેરી ડિસેમ્બર 2013માં પોતાની બહેન પાસે રહેવા ગયા અને પછી ત્યાંથી ગાયબ થઇ ગયાં. કેટલાક સમય પછી પોલીસને તે પાગલના સ્વરૂપમાં મળ્યા અને આશ્રય ઘરમાં મોકલી દીધા. જાન્યુ. 2014માં પહેલીવાર તેમની ઓળખાણ નિખિલ વિટ્ઠલદાસ ઝવેરીના રૂપમાં થઇ અને તેમને જૈન હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલી દેવાયા જ્યાં તેઓ 2017 સુધી રહ્યા. ત્યારબાદ કોર્ટના આદેશ પછી તેમને જેજે હોસ્ટિટલમાં ભરતી કર્યા જ્યાં બુધવારના દિવસે વધતા બિલ અને એકલાપણાની સાથે તેઓ દુનિયાથી વિદાય થઇ ગયા.
ફંડા એ છે કે જ્યારે ઉંમર થશે તો બેંક અને થેલામાં ભરેલા રૂપિયા કોઇ કામ નહિ આવે - પછી તે પોતીકા જ હશે જે તમારી જિંદગીના રંગ ભરશે. ખુશીઓ લાવશે અને જ્યારે જરૂરત હશે તો આ શુભચિંતક જ તમારી માટે દુવા કરશે.
77
મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે
9190000071 પર મિસ કોલ કરો
મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31wgiEy
via IFTTT
No comments:
Post a Comment