કઈ ભેટ સારી, ડ્રાયફ્રૂટ કે આજીવન સારા આશીર્વાદવાળી એનર્જી ? - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

કઈ ભેટ સારી, ડ્રાયફ્રૂટ કે આજીવન સારા આશીર્વાદવાળી એનર્જી ?

ઇપણ તહેવારના પ્રસંગે આપણે એકબીજાને ડ્રાયફૂટનો બોક્સ ભેટમાં આપીએ છીએ,પછી એ જ ડબ્બો આગલા દિવસે કોઇ બીજાને આપવામાં આવે છે. ભેટ આપતા વખતે ઘણી વાર એનર્જી સારી નથી હોતી, માટે આજકાલ ગિફ્ટ પણ ધ્યાનથી સ્વીકારવી પડે છે.ખબર કઇ ઊર્જાની સાથે ભેટ આપી રહ્યા હો. ધારી લોક કે હૂં મજબૂરીમાં તમને ભેટ આપું, એ વિચારીને કે હમણા તો તેમણે આપી તો તેમને પણ રિટર્ન ગિફટ આપવી પડશે.માટે ભેટમાં મળેલ બાદામ-દ્રાક્ષ જો ભૂલથી ખાઇ લીધા જેની સાથે કોઇ એવી નકારાત્મક શક્તિ છે તો તે ફાયદાના બદલે નુકસાન કરશે. કારણ કે વસ્તુ, માત્ર વસ્તુ નથી હોતી. વસ્તુની સાથે તેની એનર્જી પણ હોય છે. જો મને પૈસાને લઇને કોઇ સ્ટ્રેસ છે, મજબૂરીમાં હૂં તમને કોઇ ભેટ આપી રહી છું તો એવી ભેટ લેવી જોઇએ નહીં. છેવટે તે કોઇ પ્રકારની પીડા લઇને આપણા ઘરે આવશે. ભેટનો મતલબ આશીર્વાદ અને દુઆ છે. કોઇના ઘરે એક બોક્સ લઇને જવું નહીં. તો આપણે શું આપવું જોઇએ કે જે સામેની વ્યક્તિ પાસે નથી. તેમને મળો અથવા ફોન કરો,અને બોલો કે મેં આ વખતે વિચાર્યું છે કે તમને ડ્રાયફ્રૂટ આપવાના બદલે જિંદગીભરના આશીર્વાદનું વાઉચર બનાવીને આપુ તો તમને ચાલશે? અમે તમારા માટે માત્ર સારું જ વિચારીશું. આ શુભ ભાવના જીવનભરનું વાઉચર છે. એટલે તે અમે એ આત્માને ખાતરી આપી કે તમને મારી તરફથી કાયમ સારી એનર્જી મળશે.આનાથી સારી ભેટ આપણે બીજાને કઇ આપી શકીએ. તો કઇ ભેટ સારી છે, બદામ, કિશમિશ અથવા સારી એનર્જી?આ ભેટ આપણે જેટલા લોકોને આપીશું તે એટલી જ વધતી જશે. આપણને પણ સ્ટ્રેસ નહીં થાય અને આપનારને પણ નહીં. દિવાળીમાં બાહ્ય આવરણ રૂપે જે પણ કરો પહેલા તેને અંદર સામેલ કરો.જ્યારે કોઇને ભેટ આપો તો ધ્યાન રાખો તેની સાથે આપણા વિચારો પણ જઇ રહ્યા છે. જો હું બે કલાક ટ્રાફિકમાં ફસાઇ તો તેમની પાસે પહોંચતા મેં મગજમાં એ વિચારી લીધું કે , કેટલો સમય લાગી ગયો. હું આ વિચારવા લાગી કે જવું તો હતું ને,આપવું તો પડશે જ,દર વર્ષે તે આપે છે તો મારે તો આપવું પડશે ને? જીવનને સરળ બનાવવું હોય તો કહો નહીં કે તમે ઉપહેર ન આપો ન હું આપીશ, એક બીજાને સારી લાગણીઓ મોકલીએ છીએ. આ જીવનને સરળ બનાવવાનો પ્રકાર છે. કોઇ બીજ માટે પણ જે પણ આપણે કરીશું અે ધ્યાન રાખજો કે વિચાર સારા હોવા જોઇએ.કોઇને ભેટ આ વિચાર સાથે આપવી કે જુની વાતો ખતમ, તમારા પ્રતિ મારી અંદર કોઇ દ્વેષ નથી,આજ થી તમારા માટે માત્ર ને માત્ર દુઆ છે. પછી ડ્રાયફ્રૂટનું બોક્સ ગિફ્ટ બને છે. મનનો દરેક ખૂણો સાફ ,વરદાનોની ભેટ આપી તો દીવો પ્રગટી જશે.પછી મોંથી જે બોલ બોલશો તે મિઠાઇ જેવા થઇ જશે,આશીર્વાદ હશે, સારું જ બોલો. ભગવાન કહે છે જે મળે તેને દિલ ખુશ મિઠાઇ ખવડાવો એટલે કે અેવા શબ્દો બોલો જેથી સામેની વ્યક્તિનું દિલ ખુશ થઇ જાય.

કો

મનનો અવાજ

બી.કે.શિવાની, બ્રહ્માકુમારીઝ

awakeningwithbks@gmail.com



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - which gift has good dry fruit or lifetime good blessing energy 063629


from Divya Bhaskar https://ift.tt/2qk2BLY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here