બ્રિટનનાં ચર્ચોમાં પૈસા ભેગા કરવા માટે ફિલ્મ શો, ગોલ્ફ જેવા કાર્યક્રમો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

બ્રિટનનાં ચર્ચોમાં પૈસા ભેગા કરવા માટે ફિલ્મ શો, ગોલ્ફ જેવા કાર્યક્રમો

બ્રિટનમાં વર્ષો જૂના ચર્ચ પોતાનો ખર્ચ કાઢવા માટે સાંસ્કૃતિક અને અન્ય મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવા લાગ્યા છે. તે કોર્પોરેટ સ્પોન્સરશીપની મદદ લઇ રહ્યા છે. ડરહમ શહેરના 1000 વર્ષ જુના ચર્ચ ઇંગ્લેન્ડના એ 42 એંગ્લિકન કેથેડ્રલમાં સામેલ છે જ્યાં ઇતિહાસમાં રસ ધરાવવો, ફિલ્મ જોવી અને સામૂહિક સંગીતના પ્રશંસકો જાય છે. અંગ્રેજ ખ્રિસ્તીઓના પૂર્વજ સંત કથબર્ટ અને બેડેના અવશેષોને યાદ કરવા માટે કેથોલિક શ્રધ્ધાળુ જાય છે. ત્યાં હેરી પોટર અને એવેન્જર્સ સીરીઝની ફિલ્મોનું શૂટિંગ થઇ ચુક્યું છે. ડરહમ સ્થિત 8 ચર્ચ પ્રવેશ ફી લે છે. દર વર્ષે ડરહમ આવતા 7 લાખ વ્યક્તિઓથી ઓછામાં ઓછા 250 રૂપિયા દાન પેટે આપવાની અપીલ કરાય છે. ચર્ચમાં 131 સ્થાયી કર્મચારી છે.પ્રાચીન કલાકૃતિયોનું પ્રદર્શન જોવાના માટેની ફી 650 રૂપિયા છે. છતાં પણ, પથ્થરોની ભવ્ય ઇમારતની જાળવણી માટે કોર્પોરેટ સ્પોન્સરશીપ અને મનોરંજનના કાર્યક્રમોથી પૈસા ભેગા કરવાની જરૂર પડે છે. ડરહમ કેથેડ્રલના ડીન એન્ડ્રૂ ટ્રેમલેટ કહે છે, તેમની સંસ્થાએ પ્રાચીન ગરિમા અને 21મી સદીના અવસરવાદની વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. એવેન્જર્સના શુટિંગના સમયે દિવસમાં અનેક વખત પ્રાર્થનાના સમયે યૂનિટના 350 લોકોને ચૂપ રહેવું પડતું હતું. એંગ્લિકન ચર્ચના પ્રમુખ આર્કબિશપ જસ્ટિન વેલ્ભીએ ચર્ચોમાં મનોરંજન પર બ્રેક લગાવવા માટે જણાવ્યું હતું. પણ ,તેમની સલાહની કોઇ અસર થઇ નહીં. કટેલાક અન્ય ચર્ચો એ પોતાની વિશાળ જગ્યાનો બીજા પ્રકારે ઉપયોગ કર્યો છે. રોચેસ્ટર ચર્ચે પરિસરની અંદર મિની ગોલ્ફ કોર્સ બનાવ્યું છે.લિચફિલ્ડ ચર્ચમાં લાઇટ શો ચાલે છે. સેલિસબરી, વિન્ચેસ્ટર સમાન અન્ય પ્રાચીન ચર્ચ પોતાની મિલકતના કારણે બચેલા છે.ડરહમને આ વર્ષ 9 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અડધું એગ્લિંકન ચર્ચ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pABqw0
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here