
દરેક જગ્યાએ મહિલાઓએ યાતનાઓ અને શોષણથી બચવા માટે સંઘર્ષ કરવું પડે છે. સપ્ટેમ્બરમાં નેપાળની સંસદના સ્પીકર કૃષ્ણ બહાદુર મહારાએ દારૂના નશામાં એક મહિલા સાથે તેના ફ્લેટમાં ગેરવર્તણૂંક કરી હતી. મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી પણ દબાણના કારણે આરોપ પાછા ખેંચી લેવાયા. તે પછી વિદેશી દૂતાવાસોએ એક નિવેદન જાહેર કરી સરકારને મહિલાના કેસમાં કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અમુક દિવસ પછી મહારાએ પદ છોડવું પડ્યું. ગત સપ્તાહે પોલીસે ધરપકડ પણ કરી. આ વર્ષે ઈન્ડોનેશિયાની સુપ્રીમકોર્ટે એક પૂર્વ મહિલા શિક્ષકને અશ્લીલ રેકોર્ડિંગ માટે મર્યાદા ભંગની દોષિત ઠેરવી હતી. મહિલાએ બોસ દ્વારા કહેવાયેલા વાંધાજનક સંવાદનું રેકોર્ડિંગ કરી લીધું હતું. રાષ્ટ્રપતિની દયાદાનથી મહિલાને રાહત મળી. અનેકવાર મહિલા પોલીસ અને સૈન્ય અધિકારીઓએ પોતાનું કૌમાર્ય સાબિત કરવા માટે શારીરિક તપાસ કરાવવી પડે છે. કમ્બોડિયામાં મહિલાઓ સાથે જાતિય શોષણના નાટક ટેલિવિઝન પર બતાવાય છે. દ.કોરિયામાં પોપ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે ડ્રગ્સના નશામાં દુષ્કર્મના ઢગલાબંધ કેસ સામે આવ્યા છે.
એશિયામાં તેની સાથે મહિલાઓએ પોતાનો અવાજ ઊઠાવવાની શરૂઆત કરી છે. બાંગ્લાદેશની ગારમેન્ટ ફેક્ટરીઓમાં મીટૂ જેવા આંદોલને જોર પકડ્યું છે. જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં વકીલોએ પ્રતાડના પીડિતોની મદદ માટે અબ ઓર નહીં પોર્ટલ શરૂ કર્યુ છે. ફિલીપાઇન્સમાં મહિલાઓએ દુષ્કર્મ, છેડછાડ અને જોક્સ સંભાળાવતા રાષ્ટ્રપતિ દુતેર્તે વિરુદ્ધ અભિયાન છંછેડ્યું છે.
12 અોક્ટોબર,2019ના અંકમાંથી વિશેષ કરાર હેઠળ માત્ર ‘દિવ્ય ભાસ્કર’માં
ચીનમાં મહિલાઓ માટે ડિવોર્સ લેવા સરળ નથી
ચીનમાં ઘરેલુ હિંસા વિરુદ્ધ માર્ચ 2016માં કાયદો લાગુ થયો હતો પણ તેનો ઈરાદો પરિવારમાં મધુર સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. ન્યાયાધીશ અનેકવાર તેને મહિલાઓની ભલાઈથી વધારે મહત્ત્વપૂર્ણ માને છે. 2009થી 2016 દરમિયાન દાખલ તલાકના એક લાખ 50,000 કેસનો અભ્યાસ જણાવે છે કે નવા કાયદાથી મહિલાઓને વધારે ફાયદો થયો નથી. ચીનમાં ગત વર્ષે એક કરોડ જોડા લગ્નસંબંધમાં બંધાયા હતા. તેમાં લગભગ 45 લાખ લોકોએ તલાક લઇ લીધા. પણ કોર્ટમાં આવનારા છમાંથી એક મામલો ગુંચવણભર્યો હોય છે. ગત વર્ષે બે તૃતીયાંશ કેસને પહેલી સુનાવણી બાદ ફગાવી દેવાયા. પ્રતાડિત સ્ત્રીઓને રાહત ન મળી. અનેકવાર જજ પોતાની નોકરી બચાવવા માટે તલાકને મંજૂરી નથી આપતા. ન્યાયાધીશોને કેસના નિપટારા માટે લક્ષ્ય મળે છે. એટલા માટે જજ માટે તલાકથી ઈનકાર કરવું સરળ ઉપાય છે.
‘ધ ઈકોનોમિસ્ટે’એશિયામાં મહિલાઓને થતાં અન્યાય પર ખાસ અહેવાલ પ્રકાશિત કર્યો છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VW3C8E
via IFTTT
No comments:
Post a Comment