
કાર ક્લોકિંગ શું છે
કારના ઓટો મીટરમાં છેડછાડ કરવાને ક્લોકિંગ કહે છે. જે માઈલેજ પાછળ લઈ જવા વપરાય છે. આ ગેરકાનૂની અને ખતરનાક છે. માઈલેજનો કારની કિંમત સાથે સીધો સંબંધ હોય છે.
દિવાળી પર તમારી પાસે ક્યાંક ‘ક્લોક્ડ કાર’ ના આવી જાય
સર્વિસ હિસ્ટ્રી ચેક કરી લો
કાર વેચનારા સામાન્ય રીતે એટલી જહેમત નથી લેતા કે સર્વિસ બુકમાં પણ ફેરફાર કરે. આ પરિવર્તન કર્યું હોય તો દેખાય પણ છે. સૌથી બહેતર રીત એ છે કે કંપનીના સર્વિસ સેન્ટર પાસે જવું. જે કંપનીની કાર છે તેના સર્વિસ સેન્ટરમાં તેની તમામ સર્વિસની માહિતી લઈ શકાય છે. તેમાં માઈલેજનો ઉલ્લેખ તો હોય જ છે. એ સાથે જ એ માહિતી પણ હોય છે કે કારમાં કંઈ મોટું નુકસાન તો નથી થયું.
કારની હાલત પર પણ ધ્યાન આપો
વધારે ચાલેલી કાર સહેલાઈથી ઓળખાઈ જાય છે. બહારની તપાસ દરમિયાન ધ્યાન રાખો કે કલર શેડ બદલાયો તો નથી. ઘણીવાર ડેન્ટિંગ પેઈન્ટિંગને કારણે રંગ અલગ થઈ જાય છે. તમે ડ્રાઈવરની સીટ પર બેસીને પણ પરિસ્થિતિ સમજી શકો છો. સીટ બેલ્ટ, સ્ટેયરિંગ પર સ્ક્રેચ, સ્વિચનો ઉડેલો રંગ જણાવે છે કે કાર ઘણી દોડી ચૂકી છે.
એકવાર જરૂર ચલાવી જુઓ
ક્લોકકાર ચલાવશો તો તેના બહુ વપરાયેલા સસ્પેન્શન, ઢીલી બ્રેક, ઢીલા ગેયર બોક્સનો ખ્યાલ આવી જશે. તેને ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન એન્જિનનો અવાજ પણ સાંભળો. આવી કારની બોડી વધુ અવાજ કરતી હોય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2J4PHrR
via IFTTT
No comments:
Post a Comment