વતનથી દૂર પોસ્ટિંગ પામેલા એક અધ્યાપકે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અગાઉ સેલ્ફ ફાઇનાન્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ અધ્યાપક સહાયકની નોકરી વતનથી દૂર મળી તો પણ સારા પગારની આશાએ સ્વીકારી લીધી અને પરિવારને વતનમાં રાખ્યો, હાલમાં બે-બે ઘરના ખર્ચા કાઢવાના હોય છે અને ત્રણ મહિનાથી પગાર થયો ન હોય ભાડું પણ આપી શક્યો નથી, મકાન માલિક કહે છે ભાડું આપો અથવા મકાન ખાલી કરો. ત્રણ ત્રણ મહિનાઓથી પગાર ન થયો હોવાથી ઘરના ખર્ચા પણ માંડ માંડ નીકળી રહ્યા છે એમાં મકાનમાલિકને આપવાના ભાડાની રકમ મારે ક્યાંથી કાઢવી ?
તમામ અધ્યાપકો ‘હેન્ડ ટુ માઉથ’ છે, ખર્ચા કેમ કાઢવા
એક અધ્યાપકે પોતાનો આક્રોશ ઠાલવતા દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, તમામ અધ્યાપકો હેન્ડ ટુ માઉથ છે એટલે કે કોઇ આર્થિક રીતે સક્ષમ નથી તમામ અધ્યાપકોની હાલત કફોડી છે, ઘર ખર્ચ ઉપરાંત મેડિકલ સહિતના ખર્ચા કેમ કાઢવા? કેટલા મહિના સુધી ઉધાર-ઉછીના લેવાના? ઉધાર લેવાવાળા પણ આ રકમ ક્યારે પાછી આપશો તેવું પૂછે તો શું જવાબ આપવાનો? તેવા સવાલ પણ એક અધ્યાપકે ઉઠાવ્યા છે.
તમામનો કેમ્પ કરીને એકસાથે જ વહીવટી મંજૂરી અપાશે
જોઇન્ટ ડાયરેક્ટર એમ.બી.ભટ્ટે એવો બચાવ કર્યો કે, તમામ અધ્યાપક સહાયકોને વહીવટી મંજૂરી એકસાથે કેમ્પ કરીને જ આપીશું. ત્યારે સવાલ એ ઊઠે છે કે, તમામ અધ્યાપકોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન બે વખત તો થઇ ચૂક્યું છે ત્યારે શા માટે હજુ પણ કેમ્પના બહાને પગાર અટકાવી રાખવામાં આવી રહ્યો છે. કેમ્પ યોજવાનું કારણ એકસાથે મંજૂરી આપવાની વાત પાછળ બીજું કોઇ લોજિક તો નથીને ? તેવો સવાલ ઊઠી રહ્યો છે. અધ્યાપકોના પગાર ત્રણ ત્રણ મહિનાથી અટકાવી રાખવા પાછળના કારણ અંગે તર્ક વિતર્કો ઉઠ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31Wbtpi
via IFTTT
No comments:
Post a Comment