અેક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે તંગ માહોલ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતે 370ની કલમ નાબૂદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાનને અમેરિકા સહિતના દેશોમાંથી જાકારો મળ્યો છે. તેવામાં પાકના અાર્મી ચીફ જનરલ કમર બાજવાની નીગરાની વાળી 111 બ્રિગેડની કચ્છ સરહદની સામેપાર હાજરી કંઇક નવાજૂની થવાના અેંધાણ દેખાડી રહી છે.
ઇમરાન ખાન સામે પાકિસ્તાનમાં અસંતોષનો ચરુ ઉકળ્યો છે. પાક. અાર્મીના વડા બાજવા સક્રિય થવા સાથે તેમની કચ્છ સરહદની બિલકુલ સામે પાર હાજરીને સ્થાનિક સુરક્ષાતંત્રો અતિ સૂચક ગણાવી રહ્યા છે. અાજ કારણે પાક અાર્મી ચીફ કચ્છ સરહદની સામે જે કોઇ ગતિવિધીને અંજામ અાપે છે તેના પર ભારતીય સુરક્ષા અેજન્સીઅો પણ સતત નજર રાખી રહી છે. તાજેતરમાં પાક અાર્મીના વડાઅે કચ્છ સરહદની બિલકુલ સામે અાવેલ રાધાપીર અને ઇકબાલ બાજવા પોસ્ટની મુલાકાત લીધી હતી. 111 બ્રિગેડની અહીં હાજરી જોવા મળવા સાથે ઉચ્ચ અધિકારીઅોના અાંટાફેરા અેકાઅેક વધ્યા છે. ભારતીય સુરક્ષા અેજન્સીઅો અા તમામ હિલચાલને ગંભીરતાથી લઇ રહ્યા છે.
અામેય 370ની કલમ નાબૂદ થયા પછી કચ્છ સરહદની સામે પાકિસ્તાને જે ગતિવિધિઅો હાથ ધરી છે તે સામાન્ય તો નથી જ. અસામાન્ય અા હિલચાલને ગંભીર ગણીનેજ ભારતમાં પણ સુરક્ષા અેજન્સીઅોઅે પોતાની સલામત કવાયત વેગવાન બનાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OnlEPy
via IFTTT
No comments:
Post a Comment