લાગતાં તેમને શોધવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સે સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન સર્ચ અોપરેશન હાથ ધર્યું હતું. બીઅેસઅેફના જવાનો અા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે અેકાઅેક તેમની નજરે અા બિનવારસુ બોટ ચડતાં તેમણે તરત જ ત્યાં પહોંચી જઇ બોટનો કબ્જો મેળવી લીધો હતો. અા બોટમાં 10 જેટલા શખસો સવાર હતા તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં અા બોટમાંથી માછીમારી કરવા માટેના સાધનો સિવાય શંકાસ્પદ ગણાય તેવી ચીજવસ્તુ મળવા પામી નથી.
અગાઉ બોટ પકડાઇ ત્યારે અેલર્ટ જારી કરાયું હતું | અા અગાઉ જન્માષ્ટમીના દિવસે બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાઇ ત્યારે અા બોટમાં સવાર થયેલા શખસો અાતંકી ગતિવીધીને અંજામ અાપી શકે છે તેવા ઇન્પુટ દક્ષિણ ભારતના અેર કમાન્ડને મળ્યા હતા. અા ઇન્પુટના અાધારે કેરળ સહિત દક્ષિણ ભારતમાં હાઇઅેલર્ટ જારી કરાયું હતું.
મે માસમાં પકડાયેલા શખસો સાવલાપીર સુધી પહોંચ્યા હતા | મે માસની 21મી તારીખે અેક પાકિસ્તાની બોટ સાથે 2 ઘુસણખોર પકડાયા હતા. ચોંકાવનારી બાબત અે છે કે બોટ સાથે પકડાયેલા શખસો છેક સાવલાપીર સુધી પહોંચી અાવ્યા હતા. તેમણે અેવી કેફિયત અાપી હતી કે તેમની સાથેના 9 શખસો ભાગી છુટયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30Q1Hn8
via IFTTT
No comments:
Post a Comment