
અમેરિકાની નેશનલ બાસ્કેટબોલ એસોસીએશનની ટીમો સેક્રેમેન્ટો કિંગ્સ અને ઈન્ડિયાના પેસર્સ ભારતમાં પ્રિ-સિઝનની 2 મેચ રમવા આવી છે. મેચ અગાઉ સેક્રેમેન્ટો કિંગ્સના માલિક વિવેક યશવંત રણદીવેએ જણાવ્યું કે, તેઓ હવે ભારતમાં પ્રો-કબડ્ડી લીગમાં રોકાણ કરશે. રણદીવેએ કહ્યું કે,‘ભારતમાં ઘણી રમતો ઝડપથી આગળ વધી રહી છે. અહીં રમતોમાં ઘણી શક્યતાઓ છે. અહીં કબડ્ડી ઘણી ઝડપથી આગળ વધી રહી છે. તેની એક વર્ષમાં 2-2 લીગ રમાય છે. તેથી હું પ્રો-કબડ્ડી લીગમાં રોકાણ કરીશ. મારો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈ મારું ઘર છે.’ જ્યારે એનબીએ કમિશ્નર એડમ સિલ્વરે કહ્યું કે,‘ભવિષ્યમાં એનબીએની અન્ય ટીમો પણ ભારત આવી રમશે. ભારતમાં બાસ્કેટબોલમાં ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ છે. હાલ અહીં માત્ર નોયડામાં જ એનબીએ એકેડમી છે. અમે ભારતમાં એકેડમી શરૂ કરીશું, જેથી વધુમાં વધુ યુવાઓને તક મળે. ભારતીય બાસ્કેટબોલ એસોસીએશનને પણ એનબીએમાં સામેલ કરી શકાય છે.’
સેક્રેમેન્ટો કિંગ્સ અને ઈન્ડિયાના પ્રી-સિઝન મેચ રમવા ભારતમાં
વિવેક રણદીવ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Iogsas
via IFTTT
No comments:
Post a Comment