
ઓપનર ડીન એલ્ગર (160) અને વિકેટકીપર ડી કોક (111)એ સદી ફટકારતા દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં શાનદાર કમબેક કર્યું હતું. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં દ.આફ્રિકાએ 8 વિકેટના ભોગે 385 રન કરી લીધા હતા. હવે તે ટીમ ઈન્ડિયાથી 117 રન જ પાછળ છે. ઓવરઓલ ટેસ્ટની વાત કરીએ તો માત્ર બીજીવાર એવું બન્યું કે કોઈ મેચની પ્રથમ બે ઈનિંગ્સમાં 3 ઓપનર્સે 150+નો સ્કોર કર્યો હોય. આ ઓવરઓલ 2263મી ટેસ્ટ મેચ છે. આ અગાઉ 2003માં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટમાં આ રેકોર્ડ બન્યો હતો. ત્યારે સ્મિથ (277), ગિબ્સ (179) અને વૉને (156)એ 150+ રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે 3 વિકેટના ભોગે 39 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. 63 રને 4 વિકેટ પડ્યા બાદ એલ્ગર અને ડુ પ્લેસિસ (55)એ પાંચમી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી. એલ્ગરે છઠ્ઠી વિકેટ માટે ડી કોક સાથે 164 રનની ભાગીદારી કરી. એલ્ગરની આ 12મી જ્યારે ડી કોકની પાંચમી સદી છે.
સ્કોર બોર્ડ ભારત vs દ.આફ્રિકા
ભારત પ્રથમ ઈનિંગ્સ: 502/7 ડિક્લેર દક્ષિણ આફ્રિકા (39/3થી આગળ) રન બોલ 4 6
એલ્ગર કો. પુજારા બો. જાડેજા 160 287 18 4
બાવુમા એલબી. બો. ઈશાંત 18 26 3 0
પ્લેસિસ કો. પુજારા બો. અશ્વિન 55 103 8 1
ડી કોક બો. અશ્વિન 111 163 16 2
મુથુસામી અણનમ 12 60 1 0
ફિલાન્ડર બો. અશ્વિન 0 10 0 0
કેશવ મહારાજ અણનમ 3 14 0 0
એક્સ્ટ્રા: 17, કુલ: 385/8 (118 ઓવર), વિકેટ: 4-63, 5-178, 6-342, 7-370, 8-376, બોલિંગ: ઈશાંત: 14-2-44-1, શમી: 15-3-40-0, અશ્વિન: 41-11-128-5, જાડેજા: 37-4-116-2, હનુમા: 9-1-38-0, રોહિત: 2-1-7-0.
2003માં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં 3 ઓપનર્સે 150+ રન કર્યા હતા
31 ડિગ્રી તાપમાન અને 80 ટકા હ્યુમિડિટી વચ્ચે ડીન એલ્ગરને રાહત મળે તેથી ઠંડા પાણીનો છંટકાવ કરતો ટ્રેનર.
9 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકન બેટ્સમેને ભારતમાં સદી ફટકારી


એલ્ગરે 160 રન કર્યા. દક્ષિણ આફ્રિકાના કોઈ બેટ્સમેને 9 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. છેલ્લે 2010માં હાશિમ આમલાએ કોલકાતામાં અણનમ 123 રન કર્યા હતા. એલ્ગરે 17 ઈનિંગ્સ બાદ ટેસ્ટમાં સદી ફટકારી.
ડીન એલ્ગર-ડી કોક બંનેએ સિક્સ ફટકારી સદી પૂર્ણ કરી


એલ્ગર અને ડી કોક બંનેએ સદી ફટકારી હતી. બંનેએ અશ્વિનના બોલ પર સિક્સ ફટકારી સદી પૂર્ણ કરી હતી. 2002માં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને સ્ટીવ વૉએ પાક. વિરુદ્ધ સિક્સ ફટકારી સદી પૂર્ણ કરી હતી.
ડી કોકએ ગિલક્રિસ્ટ અને સંગાકારાની બરાબરી કરી


વિકેટકીપર બેટ્સમેન ડી કોકની આ ભારતમાં ઓવરઓલ ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં ત્રીજી સદી છે. તે આ મામલે ગિલક્રિસ્ટ, એન્ડી ફ્લાવર અને સંગાકારાની બરાબરીએ પહોંચી ગયો છે. ચારેય ખેલાડીએ ભારતમાં 3-3 સદી ફટકારી છે.
જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ડાબોડી બોલર
બોલર દેશ મેચ
રવીન્દ્ર જાડેજા ભારત 44
રંગના હેરાથ શ્રીલંકા 47
મિચેલ જ્હોનસન ઓસ્ટ્રેલિયા 49
મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 50
બેદી/અકરમ ભારત/પાક. 51
ભારતના ઓપનર્સ રોહિત અને મયંક અગ્રવાલે પણ 150+ રન કર્યા હતા
સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ટોપ-5 ભારતીય બોલર
સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ટોપ-5 ભારતીય બોલર
બોલર મેચ


અશ્વિન 36


રવીન્દ્ર જાડેજા 44


હરભજન સિંઘ 46


અનિલ કુંબલ 47


બી. ચંદ્રશેખર 48
બોલર મેચ


અશ્વિન 36


રવીન્દ્ર જાડેજા 44


હરભજન સિંઘ 46


અનિલ કુંબલ 47


બી. ચંદ્રશેખર 48
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LP2pwF
via
IFTTT
No comments:
Post a Comment