ચાર કલાક બંધ રહેલા મકાનમાં ત્રણ લાખની ચોરી કરનાર બેલડી પકડાઇ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 4, 2019

ચાર કલાક બંધ રહેલા મકાનમાં ત્રણ લાખની ચોરી કરનાર બેલડી પકડાઇ

શહેરના સામાકાંઠા વિસ્તારમાં આઠ દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે જામનગરની નામચીન તસ્કર બેલડીને ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ થોરાળા પોલીસ હવાલે કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર દૂધ સાગર રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ સિંગલિયા કવાર્ટરમાં રહેતા બંગડીના ધંધાર્થી ખુશાલભાઇ સેતાના પોણા ચાર કલાક બંધ રહેલા મકાનના ગત તા.27ના રોજ તાળાં તોડી કોઇ ઘરમાં પડેલા રોકડા રૂ.3 લાખની ચોરી કરી ગયું હતુ. જે બનાવ અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

દરમિયાન જામનગરના ધરારનગરમાં રહેતા ઇબ્રાહિમ હુશેન ગરાણા અને હુશેન અલી જોખીયા નામના રીઢા તસ્કર જામનગર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક આંટાફેરા કરતા હોવાની ક્રાઇમબ્રાંચને માહિતી મળી હતી. જેથી તુરંત પોલીસ ટુકડી બનાવ સ્થળે દોડી જઇ બંનેને બાઇક સાથે પકડી પાડયા હતા. બાદમાં બંનેની પૂછપરછ કરતા તેઓએ બંગડીના ધંધાર્થીના બંધ મકાનના તાળાં તોડી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે બંને પાસેથી 22,900ની રોકડ કબજે કરી હતી. અન્ય રોકડ અંગે પૂછતા બંનેએ જુગાર અને મોજશોખમાં રૂપિયા ઉડાવ્યાની કેફિયત આપી છે.

તસ્કર બેલડીને થોરાળા પોલીસ હવાલે કરતા વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પકડાયેલા બે પૈકી હુશેન જામનગર, પોરબંદર, રાજકોટમાં ચોરીના ગુનામાં તેમજ દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2LNl2B5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here