
રત અને પાડોશી પાકિસ્તાન વચ્ચે તણાવ છે, અંતર વધી રહ્યું છે, સંભવ છે શાંતિ લાવવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધા પ્રયાસ નિષ્ફળ થાય અને પરિણામ અકલ્પનીય હોય. પણ એવામાં ભારતીય ઈલેક્ટ્રોનિક મીડિયામાં જે રીતે પાકિસ્તાનના બે લોકોને અને ભારતના ચાર લોકો(મોટાભાગના નિવૃત સૈનિક)ને સ્ટુડિયોમાં લાવીને એક અપેક્ષાકૃત ઓછી માહિતી ધરાવતો એન્કર બૂમ બરાડા પાડીને પાકિસ્તાની પક્ષને અપમાનિત કરે છે અને તેની જેમ જ ભારતીય મહેમાનો પણ તેના ભાવમાં વહી જતાં કહે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે શત્રુનો વિનાશ કરી દેવામાં આવે. તેનાથી પ્રજામાં એક ભાવ પેદા થાય છે, જેનાથી સરકાર પણ દબાણમાં આવી જાય છે અને યોગ્ય નિર્ણય તથા યોગ્ય સમયની પસંદગી થઇ શકતી નથી. યાદ કરો કંધાર હાઈજેકિંગ. મીડિયાએ ભયભીત પરિવારો અને પીડા વ્યક્ત કરતી પ્રજાને દિવસ-રાત બતાવી સરકાર પર એટલું દબાણ કર્યુ કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી વડાને લાગ્યું કે ભારત કોઈ પણ કિંમતે નમી જશે. મનોવૈજ્ઞાનિક યુદ્ધના આપણા બધા પ્રયાસ ઠંડા થઈ ગયા આ જન-દબાણ આગળ. ટીવી ચેનલોના ન્યૂઝરૂમ અને પ્રોડક્શન કન્ટ્રોલ રૂમ(પીસીઆર) અપરિપક્વ યુવાકર્મી એ જ ચર્ચા કરે છે કે કયા વક્તાએ ફોડ દો, ફાડ દો, ઘૂસ કર મારો, કે હંમેશા માટે આ ઝંઝટ ખતમ કરી દોના સ્વરમાં ભારત પાક.ની સમસ્યાનો ઉપાય ગળું ફાડતાં જણાવ્યું. આ ટીઆરપી લાવશે કે આ વેચાય છે આ સામાન્ય જુમલો છે એ વર્ગનો. પરિણામે સેના જ નહીં સરકાર પર પણ દબાણ વધી જાય છે. કમ સે કમ આ મુદ્દાઓ પર જેના પર લોકોની વાસ્તવિક જાણકારી ઓછી હોય છે(આયુધને લઈને, ભૌગોલિક સ્થિતિ વિશે કાં આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાનમાં રાખી) કે સામાન્ય લોકોના સીમિત ચિંતા હોય છે, નિર્ણય સરકાર કે સેના પર છોડી દેવો જોઈએ. ટીવી સંપાદકોએ આ મુદ્દા પર ટીઆરપીની શોધને બદલે પત્રકારિતામાં અપેક્ષિત શાલીનતા અને સાવચેતી રાખવી જોઈએ. અેસી રૂમમાં બેસીને ઉગ્ર રાષ્ટ્રવાદ માટે બુલંદ અવાજમાં એન્કરો અને મહેમાનોથી પાકિસ્તાનને મચ્છરની જેમ મસળી નાખવાની વાત પર લોકો રોષમાં આવી શકે છે પણ તેનાથી મોરચે બોમ્બ નથી ચાલતા, ન તો પરમાણુ સંપન્ન પાક. મચ્છર બની જાય છે.
ભા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qydh9U
via
IFTTT
No comments:
Post a Comment