
સબવેમાં ગીત ગાતી એમિલી જમૌરકાએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તે કોઇ પ્લેટફોર્મથી શ્રોતાઓની સામે ગાશે અને તેના ગીતોને કોઇ મોટો સંગીતકાર રેકોર્ડ કરશે. પણ, એક પોલીસવાળાની ઓનલાઇન પોસ્ટે તેની જિંદગી બદલી નાંખી. શનિવારે લોસ એન્જલસમાં તેણે પહેલી વાર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું.પોતાના પ્રથમ કોન્સર્ટમાં તેણે શ્રોતાઓના દિલ જીતી લીધા. જોકે, તેણે આ કાર્યક્રમમાં એજ ગીત ગાયું હતું, જે તે સબવેમાં ગાતી હતી.એમિલીએ કાર્યક્રમ બાદ લોકોનો આભાર માનતા કહ્યું કે તે ખુશ છે કે તેનો અવાજ લોકોના દિલને સ્પર્શી શક્યો. એમિલીને ગ્રેમી પુરસ્કાર માટે નામાંકિત સંગીતકારે રેકોર્ડિંગ માટે પ્રસ્તાવ આપ્યો છે. એટલું જ નહીં લોકો તેની મદદ માટે ગોફંડમી અભિયાન ચલાવીને લગભગ 70 લાખ રૂપિયા ભેગા કર્યા છે,જેથી તે પોતાના રહેવા માટે ઘર લઇ શકે. એમિલી જણાવે છે કે બે વર્ષ પહેલા તેની જિંદગી મુશ્કેલીઓમાં સપડાઇ ગઇ હતી. તે વાયોલિન વગાડતી હતી, પણ તેના 70 હજાર રૂપિયાના વાયોલિનને એક વ્યક્તિએ ઝૂંટવીને તોડી નાંખી. ત્યારબાદ તેણે થોડાક દિવસ ઇલેક્ટ્રિક વાયોલિન વગાડ્યું, પણ દિવસ તે બસમાંથી પડી જતાં તેના હાથનું હાડકું તુટી ગયું. તેના લીધે તેના માટે વાયલિન વગાડવું મુશ્કેલ બની ગયું અને તે રોડ પર આવી ગઇ.પણ ,એક વખત ફરી તેનું નસીબ પલટાયું. તેને સબવેમાં ગાતી જોઇ એક પોલીસ અધિકારીએ તેનો વીડિયો બનાવ્યો અને તેને ઓનલાઇન કર્યો. આ પોલીસ અધિકારીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે લોસ એન્જલસમાં 40 લાખ લોકોની 40 લાખ વાર્તા છે.અહીં 40 લાખ અવાજ છે, પણ ક્યારેક એક અવાજ સાંભળવા માટે રોકાઓ અને કશું સારુ સાંભળો. જોત જોતામાં આ વીડિયો વાયરલ થયો.એમિલી કહે છે કે આ પોલીસકર્મીથી તેની મુલાકાત પણ એક સંજોગવસાત થઇ. એ દિવસે તે ખોટી ટ્રેનમાં બેસી ગઇ હતી અને ને લગભગ વિરાન અેવા વિલશાયર મેટ્રે સ્ટેશન પર ઉતરી ગઇ.ડરના કારણે તેણે ગાવાનું શરુ કર્યુ અને પોલીસવાળાએ તે રેકોર્ડ કરી લીધું. અેમિલીએ બુધવારે આ પોલીસ ઓફિસર ફ્રેજરની મુલાકાત કરીને તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે અમે જોઇએ છીએ પોતાના મગજથી, પણ સાંભળીએ છીએ દિલથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OxdRP9
via
IFTTT
No comments:
Post a Comment