
વિરાટ કોહલીની કેપ્ટન તરીકે 50મી ટેસ્ટ રહેશે
વિરાટ કોહલી બીજી ટેસ્ટમાં ઉતરશે ત્યારે આ તેની કેપ્ટન તરીકેની 50મી ટેસ્ટ રહેશે. આ અગાઉ મહેન્દ્રસિંહ ધોની (60) જ આમ કરી શક્યો છે. કોહલીએ અત્યાર સુધીની 49 મેચમાંથી 29માં ટીમ ઈન્ડિયાને જીત અપાવી. કોહલી ટીમને સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટન પણ છે. જો તે બીજી ટેસ્ટ જીતવામાં સફળ રહે તો 30 અથવા તેથી વધુ ટેસ્ટમાં ટીમને જીત અપાવનાર વિશ્વનો છઠ્ઠો કેપ્ટન બની જશે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 53 જીત સાથે ટોપ પર છે.
ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરી શકે છે
ભારતીય પિચો સ્પિન બોલિંગ માટે અનુકૂળ રહે છે. એવામાં મેચમાં ટોસ મહત્ત્વપૂર્ણ રહેશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માગશે કારણે ચોથી ઈનિંગ્સમાં રન ચેઝ કરવું સરળ નહીં હોય. ભારતીય પિચો પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ અહીં 83 જ્યારે પછી બેટિંગ કરનારી ટીમ 72 મેચ જીતી છે. ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા નથી. જ્યારે દ.આફ્રિકન ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે.
આફ્રિકા વિરુદ્ધ 46 વિકેટ ઝડપી ચૂક્યો છે અશ્વિન
અશ્વિન દ.આફ્રિકા વિરુદ્ધ 8 મેચની 15 ઈનિંગ્સમાં 46 વિકેટ ઝડપી ચૂક્યો છે. જો તે બીજી ટેસ્ટમાં 4 વિકેટ ઝડપે તો આફ્રિકા વિરુદ્ધ 50 વિકેટ ઝડપનાર ચોથો ભારતીય બનશે. આ અગાઉ અનિલ કુંબલે (84), જવાગલ શ્રીનાથ (64) અને હરભજન સિંહ (60) જ આમ કરી શક્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M1omc1
via IFTTT
No comments:
Post a Comment