સુત્રાપાડા તાલુકાનાં રાખેજ ગામે જેમણે પાડોશી યુવાનને ડેલી બનાવવા સહિતનું કડીયાકામ સોંપ્યું તેણેજ પોતાની પુત્રી પર નજર બગાડી હતી. સુત્રાપાડા તાલુકાનાં રાખેજ ગામે રહેતા અને કડીયાકામ કરતા સુરેશ બાબુભાઇ વાઢેળને તેની જ સામે રહેતા પરિવારે 3 મહિના પહેલાં ઘરની ડેલી, રસોડા, સંડાસ-બાથરૂમ બનાવવાનું કામ સોંપ્યું હતું. સુરેશે 15 દિવસ કામ કર્યું હતું. એ દરમ્યાન તેણે એક દિવસ એજ પરિવારની સગીર વયની પુત્રીને ફ્રેન્ડશીપ રાખવા કહ્યું. સગીરાએ ના પાડતાં તેને લગ્ન કરી શહેરમાં રહેવા જવાની અને મોજશોખનું જીવન જીવવાની લાલચ આપી. આથી સગીરાએ તેની સાથે ફ્રેન્ડશીપ રાખી હતી અને બંનેએ અઢી માસ સુધી વાતો કરી હતી. બાદમાં તા. 30 સપ્ટે.એ સુરેશે સગીરાને કહ્યું, આવતીકાલે સવારે 9 વાગ્યે આપણે વેરાવળ કોર્ટમાં લગ્ન કરીશું. સગીરાએ કોર્ટમાં લગ્ન કરવાની ના પાડતાં ફરી તેને લાલચ દેખાડી મનાવી લીધી. તેઓ 1 ઓક્ટોબરે વેરાવળ આવ્યા હતા. સુરેશ તેને ભીડીયા સર્કલ પાસે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. સગીરાએ ગેસ્ટ હાઉસમાં જવાની ના પાડતાં તેને કહ્યું કોર્ટમાં આપણે મોડેથી જવાનું છે. ત્યાં સુધીમાં આપણે અહીં ફ્રેશ થઇ જઇએ. આથી સગીરા તેની સાથે કમને ગઇ હતી. જ્યાં સુરેશે તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરા તેને લગ્ન પહેલાં સંબંધ બાંધવા ઇન્કાર કરતી રહી અને રડતાં રડતાં વિનવતી રહી. પણ સુરેશ માન્યો નહોતો. આ રીતે બે વખત તેનું શિયળ લૂંટ્યા બાદ કહ્યું, તારી ઉમર નાની છે એટલે હમણાં લગ્ન થઇ શકે એમ નથી. આથી સગીરા ઘેર આવી હતી. તેને દુખાવો થતો હોવાથી નિશાળે ગઇ નહોતી. આથી તેની માતાએ પૃચ્છા કરતાં તેણે સઘળી વિતક કહી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AMkbKQ
via IFTTT
No comments:
Post a Comment