
1. જીદ એવી કે.. ટીમમાં વાપસી માટે ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન નાની ટૂર્નામેન્ટ રમવા પહોંચ્યો
વાત 2008ના ઉનાળાના દિવસોની છે. સૌરવ એ દિવસે ઇડન ગાર્ડનમાં પ્રેક્ટિસ માટે જઇ રહ્યા હતા. અચાનક ખબર પડી કે તેમને ટીમમાંથી ડ્રોપ કરી દેવાયા છે. જેને પ્લેયર ઓફ ધ યર અને તાજેતરમાં બેસ્ટ એશિયન બેટ્સમેનનો ખિતાબ મળ્યો હોય, તેને ડ્રોપ ડ્રોપ થવાનું દુ:ખ તો થાય. પરંતુ તે તૂટ્યા નહીં. પસંદગીકારોને જવાબ આપવા માટે ઘરેલું ક્રિકેટમાં પ્રદર્શન કરવાનું નક્કી કરી લીધું. તે સમયે ચંડીગઢમાં જેપી અત્રે મેમોરિલ કપ ચાલી રહ્યું હતું આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000થી વદુ રન બનાવનારો ખેલાડી પોતાની વાપસી માટે આ પ્રારંભિક સ્તરની ટૂર્નામેન્ટમાં રમવા પહોંચ્યો ગયો.
2. ભરોસો એવો કે... કેપ્ટનના પાઠ ભણાવતુ પુસ્તક ન વાંચ્યું, વ્યવહારિક વાત સમજી
ગાંગુલી કેપ્ટન બન્યા તો તેને માઇક બ્રેરલીના શ્રેષ્ઠ પુસ્તક ‘ધ આર્ટ ઓફ કેપ્ટનસી’ ગીફ્ટમાં મળ્યું. પરંતુ ગાંગુલીએ તે વાંચ્યું નહીં. તેણે કહ્યું કે ‘હું મીટિંગ અને પુસ્તક પર ભરોસો કરી શકતો નથી. હું સૌથી પહેલાં ટીમની બોડી લેંગ્વેજ બદલવા માગતા હતો. ટીમની ડ્રો રમવાની ટેવ ખતમ કરવા માગતો હતો.’ ગાંગુલીએ ટીમને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ‘ જો તમે સફળ નહીં થાવ તો પણ હું ઊભો છું. વીરેન્દ્ર સેહવાગ પાસે જ્યારે ટેસ્ટમાં આપનિંગ કરાવી ત્યારે પણ એ જ કહ્યું ગભરાતો નહીં ફેલ થઇશ તો પણ ટીમમાં રહેશે.
3. વળગણ એવું કે...અચાનક ઓપનિંગ કરવાનું કહેવામાં આવ્યું, એ જ સફળતાનું ટર્નિંગ પોઇન્ટ બન્યું
વાત ઓક્ટો.1996ની છે. ટીમ જયપુરમાં હતી. કેપ્ટન સચિને ગાંગુલીને રૂમમાં બોલાવ્યો. તેણે ગાંગુલીને કહ્યું કે તારે ઓપનિંગ કરવાની છે. ગાંગુલી ચિંતિત થયો કારણ કે પહેલાં ક્યારેય ઓપનિંગ કર્યુ નહતું. સામે સીરિઝમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો હતી. ગાંગુલીએ પોતાને સમજાવ્યું કે જીવનમાં સારી ચીજ જે પણ હશે તે અચાનક જ હશે. પછી ગાંગુલીએ કહ્યું કે ‘હું જેવો ખેલાડી બની શક્યો જો મને ઉપલાં ક્રમે રમવા ન મળ્યું હોત તો તેનો અડધો પણ ન બની શકત’.
ગાંગુલીને લઈને અનેકવાર જે વાતો થાય છે તેના જવાબ
મેદાન પર ડ્રિંક્સ લઈને જતો નહોતો, અભિમાની છે
આ વાતો ખોટી છે. હા, એકવાર સિડનીમાં બ્રેક દરમિયાન ડ્રિંક્સ લઈ જવામાં ગાંગુલીને મોડું થયું કેમ કે તે ટીવી પર પસંદગીની કોમેન્ટ્રી સાંભળવામાં વ્યસ્ત થઈ ગયો હતો. એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રણબીર સિંહ મહેન્દ્ર દ્વારા ગાંગુલીને કારણદર્શક નોટિસ, ગાંગુલી દ્વારા રેગિંગની લેખિત ફરિયાદના આરોપો જુઠ્ઠા છે.
લોર્ડ્સના મેદાન પર શર્ટ લહેરાવતી વખતે ગાળો આપી હતી?
ના. ગાંગુલીએ જણાવ્યું કે આ એન્ડ્રયુ ફ્લિન્ટોફને જવાબ આપવાની રીત હતી. ઇંગ્લેન્ડે જ્યારે મુંબઈમાં શ્રેણી જીતી હતી તો ફ્લિન્ટોફે ખીજવવા માટે શર્ટ ઉતાર્યો હતો. ગાંગુલીએ કહ્યું કે અનેક લોકોએ મને પૂછ્યું કે તમે શર્ટ લહેરાવતી વખતે શું બોલી રહ્યા હતા, શું તમે ગાળો બોલી રહ્યા હતા.મેં કહ્યું કે હું કહી રહ્યો હતો “મેરા ભારત મહાન’.
સ્ટિવ વૉને સાત વાર ટોસ માટે રાહ જોવડાવી
ગાંગુલી કહે છે કે આવું 3 વખત થયું. પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની સ્ટિવ વૉ કહે છે કે ગાંગુલીએ ડ્રેસિંગ રૂમમાં બ્લેઝર ભૂલી જવાનું બહાનું કાઢ્યું. ગાંગુલી કહે છે કે પહેલીવારમાં હું ખરેખર ભૂલી ગયો હતો પણ જ્યારે મેં જોયું કે સ્ટિવ ખીજાઈ રહ્યો છે તો મેં જાણીજોઇને તેને ખીજવવાનો નિર્ણય કર્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32wMf0X
via IFTTT
No comments:
Post a Comment