રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે,ચાર વર્ષ પહેલાં રાજકોટમાં પંડયા હાઉસ પ્રકરણ સાથે સંકળાયેલા નિલેશ જોશીએ તા.29-10-2015ના રોજ શહેરમાં ઋચિ એપાર્ટમેન્ટમાં તેમના રહેણાંક ફલેટ નં.301 માં ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હતું. આપઘાત પૂર્વે નિલેષે લખેલી સ્યુસાઇડ નોટના આધારે તેમના પત્ની દિપાલીબેન જોશીએ તા.3-11-2015 ના માલવિયાનગર પોલીસ મથકમાં કમલેશ રામાણી, અલ્પના મિત્રા,જયપાલસિંહ જાડેજા, રાજકોટ ક્રાઇમ બ્રાંચના તે સમયના પી.આઇ નકુમ સહિત 9 વ્યકિત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ શખ્સો સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. આ સ્યુસાઇડ નોટમાં મૃતકે ડો.હેમાંગ વસાવડાને તેમની પત્ની અને નાની પુત્રીનો ખ્યાલ રાખવા જણાવ્યું હતું.
મૃતક નિલેશ જોશી ઋચિ એપાર્ટમેન્ટમાં જે ફલેટમાં પરિવાર સાથે રહેતા હતાં તે તેમણે ડો.હેમાંગ વસાવડા પાસેથી ખરીદી અવેજ પણ ચૂકવી દીધો હતો.પરંતુ તેઓ સ્થાવર મિલકતો સાથે ધંધો કરતા હોય વેંચાણ દસ્તાવેજ કર્યો ન હતો. નિલેશના મૃત્યુ બાદ ડો.વસાવડાની દાનત ફરી જતા આ ફલેટ ખાલી કરાવવા પ્રયાસ શરૂ કર્યા હતાં. આથી મરણજનાર નિલેશના પત્ની દિપાલીબેને રાજકોટની દિવાની અદાલતમાં કરાર પાલનનો દાવો વર્ષ-2016માં કર્યો હતો જે હાલ પેન્ડીંગ છે.
જેથી દિપાલીબેનને ત્રાસ આપવા ઇલેકટ્રીક કનેકશન પણ ડો.વસાવડાએ ગેર રજૂઆત કરી કપાવી નાંખ્યું હતું. આમ છતાં તેણીએ ફલેટ ખાલી ન કરતાં ડો.વસાવડાએ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફલેટ ખાલી કરાવવા અરજી કરી હતી. જેથી દિપાલીબેનને ક્રાઇમ બ્રાંચમાં બોલાવામાં આવ્યા હતાં અને આ જગ્યા ડો.વસાવડાને સોંપવા જણાવામાં આવ્યું હતું. આ મામલો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સુધી પહોંચ્યો હતો અને તેણીની રજૂઆતના આધારે પોલીસ કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી. ડો.વસાવડાએ ભૂપત નામના શખ્સને મોકલી ફલેટ ખાલી કરાવવા પ્રયાસ કર્યો હતો અને ફોન પર પણ દિપાલીબેનને ધમકી આપી હતી.આથી દિપાલીબેને તા.30-9-2019 ના પોલીસમાં અરજી કરી હતી.
આમ છતાં પોલીસે ડો.વસાવડા સામે કોઇ કાર્યવાહી કરી ન હતી. દિપાલીબેને તા.14-10-2019ના રાજકોટની ચીફ જયુડી.મેજીસ્ટ્રેટની કોર્ટમાં ડો.હેમાંગ વસાવડા અને તેના પત્ની અમિતાબેન વસાવડા,ભૂપત નામના શખ્સ અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો સામે ગેરકાયદે પ્રવેશ, વિશ્વાસઘાત, છેતરપીંડી અને ફલેટ પડાવવાના પ્રયાસ અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ચાલી જતાં એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ ચૌહાણે ફરિયાદીની રજૂઆત ધ્યાને લઇ અદાલત દ્વારા તપાસ કરવા આદેશ કર્યો છે. જેની વધુ સુનાવણી શનિવારના રાખવામાં આવી છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વી.એચ.કનારા રોકાયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MuajvK
via IFTTT
No comments:
Post a Comment