ગુજરાત ફૂડ અને ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાના જણાવ્યા પ્રમાણે, આ તમામ ફેક્ટરીમાં પકડાયેલો માવો વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી બનાવવામાં આવતો હતો. અગાઉ જે માવો પકડાયો હતો તે અખાદ્ય પદાર્થોનો બનેલો હતો કારણ કે તેમાં અખાદ્ય એવો ટેલ્કમ પાઉડર હોવાનું જણાવ્યું હતું.
જો કે આ કિસ્સાઓમાં તમામ સામગ્રી ખાદ્યપદાર્થો હતી, તે છતાં માવાના નામે વેચાતો પદાર્થ મૂળભૂત રીતે માવો ન હોવાથી તેને ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો ગુનો લાગે છે અને તે હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ વસ્તુ દિવાળી દરમિયાન માવા તરીકે વેચીને વેપારીઓ બમણો કે તેથી વધુ નફો કમાય છે તેમ કોશિયાએ ઉમેર્યું હતું.
સૌથી વધુ ફરિયાદ મહેસાણામાં નોંધાઈ
મહેસાણા જિલ્લામાં અગાઉ બે સ્થળોએ ટેલ્કમ પાઉડરમાંથી બનતો માવો પકડાયો અને હવે આ નકલી માવાના 21 એકમો પકડાયાં છે. મહેસાણા જિલ્લામાં નકલી માવો, ઘી, દૂધના ઉત્પાદનો અને વેચાણની વ્યાપક ફરિયાદો ઊઠી છે, પણ તંત્રએ હજુ જોઇએ તેવા પગલાં લીધાં નથી.
અગાઉ મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની બે ફેક્ટરીઓ પકડાયાં બાદ આજે રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનરે પાડેલાં દરોડામાં 45 નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે સ્થળોએ પાડેલાં દરોડામાં માવાને બદલે ભેળસેળવાળી નકલી લુગદી બનાવાતી હોવાનું જાણવામાં આવ્યું હતું.
ગુજરાત ફૂડ અને ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાના જણાવ્યા પ્રમાણે, આ તમામ ફેક્ટરીમાં પકડાયેલો માવો વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી બનાવવામાં આવતો હતો. અગાઉ જે માવો પકડાયો હતો તે અખાદ્ય પદાર્થોનો બનેલો હતો કારણ કે તેમાં અખાદ્ય એવો ટેલ્કમ પાઉડર હોવાનું જણાવ્યું હતું.
જો કે આ કિસ્સાઓમાં તમામ સામગ્રી ખાદ્યપદાર્થો હતી, તે છતાં માવાના નામે વેચાતો પદાર્થ મૂળભૂત રીતે માવો ન હોવાથી તેને ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો ગુનો લાગે છે અને તે હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ વસ્તુ દિવાળી દરમિયાન માવા તરીકે વેચીને વેપારીઓ બમણો કે તેથી વધુ નફો કમાય છે તેમ કોશિયાએ ઉમેર્યું હતું.
આ શહેરમાં આટલા એકમો પકડાયાં
અમદાવાદ 8
મહેસાણા 21
ગાંધીનગર 6
જૂનાગઢ 2
ભાવનગર, વડોદરા અને સુરત 1
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31uiCvV
via IFTTT
No comments:
Post a Comment