વિપક્ષના કારનામા દેશનું હિત ન ઈચ્છતા લોકો માટે ઓક્સિજન : વડાપ્રધાન મોદી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

વિપક્ષના કારનામા દેશનું હિત ન ઈચ્છતા લોકો માટે ઓક્સિજન : વડાપ્રધાન મોદી

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનને માંડ ચાર દિવસ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે મહારાષ્ટ્રમાં ત્રણ જનસભાને સંબોધિત કરી. મોદીએ બીડ જિલ્લાના પરલીમાં પંકજા મુંડેના સમર્થનમાં જનસભા કરીને કહ્યું કે, વિપક્ષના કારનામા દેશનું અહિત ઈચ્છતા લોકો માટે ઓક્સિજન સમાન છે. જ્યારે કલમ 370 હટાવવાનો નિર્ણય કરાયો ત્યારે તેમનો સ્વાર્થ ફરી જાગી ગયો. જ્યારે પણ ઈતિહાસમાં કલમ 370ની ચર્ચા થશે, ત્યારે તેને હટાવવાનો વિરોધ અને મજાક કરનારાના નામ પણ લેવાશે. તેમના નિવેદનો સાંભળો. એક નેતાએ કહ્યું કે, કલમ 370 હટાવવાનો અર્થ કોઈની હત્યા કરવા બરાબર છે. આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાશે. કોઈ બીજા નેતાએ આ કલમ હટાવ્યો તે દિવસને ઈતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો. જોકે, અમે રાજકારણ ખેલવા કામ નથી કરતા, પરંતુ દેશની નીતિ માટે કામ કરીએ છીએ. હું તમને પૂછવા માંગુ છું કે, શું લોકશાહી ખતમ થઈ ગઈ? શું તમારો વિશ્વાસ ઓછો થયો? આ લોકોએ ભારત વિરુદ્ધ કામ કરનારાને ભરપૂર સહકાર આપ્યો છે.

હર હર મહાદેવ

વાજપેયી ભદ્ર પુરુષ હતા, જ્યારે વડાપ્રધાન મોદી પ્રભાવી વ્યક્તિ છે : શરદ પવાર

એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સામાન્ય રીતે એ ધ્યાનમાં રાખતા હતા કે તેમના નિર્ણયથી કોઈ નારાજ ન થાય. જોકે વડાપ્રધાન મોદી પોતાના નિર્ણયના અમલમાં પ્રભાવી અને કઠોર છે. પવારે કહ્યું કે ભાજપના આ દિગ્ગજ નેતા(વાજપેયી) પ્રત્યે લોકો વચ્ચે વધારે સન્માન હતું. ઉલ્લેખનીય છે કે વાજપેયીએ વડાપ્રધાન પદે રહેવા દરમિયાન પવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટીના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. પવારે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે વાજપેયી એક ભદ્ર પુરુષ હતા. જોકે કોઈ કાર્યક્રમના અમલ મામલે મોદી એક પ્રભાવી વ્યક્તિ છે.

વિપક્ષ પર હુમલો: એક તરફ વહેંચાયેલા લોકોની ટીમ, તો બીજી તરફ યુવાનો અને કર્મશીલ ભાજપની ટીમ

વડાપ્રધાન મોદીએ બીડના વૈધનાથ મંદિરના દર્શન કર્યાં

રાજનાથ સિંહે રાહુલને પૂછ્યું - શસ્ત્રપૂજામાં રાફેલ પર ૐ નહીં તો શું લખવાનુ હતું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હરિયાણાના ભિવાનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ફ્રાન્સમાં રાફેલની શસ્ત્રપૂજાના બહાને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે દશેરાએ શસ્ત્રપૂજાની પરંપરા છે, જ્યારે મેં રાફેલ પર ૐ લખ્યું તો લોકો પૂછવા લાગ્યા કે ૐ શા માટે લખ્યું? હું રાહુલ ગાંધીને પુછવા માગું છું કે શસ્ત્રપૂજામાં ૐ નહીં તો શું લખત? રાજનાથે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. હું કોંગ્રેસ પાર્ટીને પુછવા માગું છું કે તે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માગે છે? વાસ્તવમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ ૐ લખવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

વ્યંગ્ય: કોંગ્રેસના મોટા ભાગના નેતા એકબીજા સામે લડવામાં વ્યસ્ત

વડાપ્રધાને કહ્યું કે, એક તરફ વહેંચાઈ ગયેલો પરિવાર છે, તો બીજી તરફ તમારી સેવામાં યુવાનો અને કર્મશીલ ભાજપની ટીમ છે. શું થાકેલા-હારેલા લોકો તમારું ભલુ કરી શકે છે? જો નહીં તો પછી આવા લોકોની જરૂર શું છે? તમારો મત બરબાદ કરવાની શું જરૂર છે? એક તરફ અમારી કાર્યશક્તિ અને બીજી તરફ તેમની સ્વાર્થ શક્તિ છે. કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જોઈએ. તેમના જમીની નેતા તમને છોડીને ભાગી રહ્યા છે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ એકબીજા સામે લડવામાં વ્યસ્ત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - oxygen for those who do not want the interests of the country pm modi 063543


from Divya Bhaskar https://ift.tt/33IGDAC
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here