મારક્રમે આઉટ થયા બાદ મુક્કો માર્યો, કાંડામાં ફ્રેક્ચર, સીરિઝમાંથી બહાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

મારક્રમે આઉટ થયા બાદ મુક્કો માર્યો, કાંડામાં ફ્રેક્ચર, સીરિઝમાંથી બહાર

એડન મારક્રમ ત્રીજી ટેસ્ટ નહીં રમી શકે

એજન્સી | રાંચી

દક્ષિણ આફ્રિકન ઓપનર એડન મારક્રમ કાંડામાં ફ્રેક્ચરના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. પૂણેમાં રમાયેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં આઉટ થયા બાદ તેણે દીવાલ પર જોરથી મુક્કો માર્યો હતો. તે બન્ને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો હતો. ત્રીજી ટેસ્ટ 19મીથી રાંચીમાં રમાશે. 3 મેચની આ શ્રેણીમાં પ્રવાસી દક્ષિણ આફ્રિકન ટીમ 0-2થી પાછળ છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ)ના જણાવ્યાનુસાર મારક્રમને બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ઇજા થઇ હતી. તેણે દીવાલ પર મુક્કો મારતાં કાંડામાં ફ્રેક્ચર થઇ ગયું.

સીએસએના ટીમ ડૉક્ટર હશેન્દ્ર રામજીએ જણાવ્યું કે કાંડાના હાડકામાં ફ્રેક્ચરના કારણે મારક્રમ ત્રીજી ટેસ્ટમાં નહીં રમી શકે. તેના સ્થાને હજુ સુધી કોઇ બેટ્સમેનને બોલાવાયો નથી. મારક્રમ ગુરુવારે સવારે દક્ષિણ આફ્રિકા રવાના થઇ ગયો. તેણે કહ્યું કે, મેં ટીમ માટે નીચાજોણું કર્યું છે. જોકે, તેમાંથી મેં બોધપાઠ લીધો છે. રમતમાં લાગણીઓ હાવી હોય છે અને ક્યારેક નિરાશા હાવી થઇ જાય છે. હું આ માટે પૂરી જવાબદારી લઉં છું. ટીમની માફી માગું છું અને આશા રાખું છું કે હું આ સરભર કરવામાં સફળ રહીશ. મારક્રમનું બહાર થવું ટીમ માટે મોટો ફટકો છે. દક્ષિણ આફ્રિકા હવે ક્લીન સ્વીપથી બચવા ઇચ્છશે. તેના ટોપ-5 બેટ્સમેનનું અત્યાર સુધીનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. તેઓ ભારતીય બેટ્સમેનથી અડધી સરેરાશથી જ રન બનાવી શક્યા છે.

સરકારની મંજૂરીથી જ

પાક. સાથે સીરિઝ: ગાંગુલી

કોલકાતા ‌| બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે પાક. સાથે દ્વિપક્ષી સંબંધો બહાલ કરવા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનની મંજૂરી સાથે જોડાયેલો વિષય છે. અમારે ચોક્કસપણે મંજૂરી લેવી પડશે, કેમ કે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસ સરકારના માધ્યમથી થાય છે. તેથી અમારી પાસે આ સવાલનો જવાબ નથી. ભારત-પાક. વચ્ચે છેલ્લે 2012માં દ્વિપક્ષી શ્રેણી રમાઇ હતી. દરમિયાન, ગાંગુલી શનિવારથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટ માટે રાંચી નહીં જઇ શકે. રવિવાર 20 ઓક્ટોબરથી ઇન્ડિયન સોકર લીગ શરૂ થઇ રહી છે. પ્રથમ દિવસે કોલકાતામાં મેચ છે. ગાંગુલી કોલકાતાનો સહમાલિક પણ છે. તે 23 ઓક્ટોબરે બોર્ડની ચૂંટણી માટે મુંબઇ જશે, જ્યાં તેનું ચૂંટાઇ આવવું નક્કી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - after being kicked out fisted wrist fractured out of series 063547
Div News - after being kicked out fisted wrist fractured out of series 063547


from Divya Bhaskar https://ift.tt/33GwdBO
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here