ડેનમાર્ક ઓપન: એક દિવસમાં 3 ભારતીય ખેલાડી, એક જોડી હારી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

ડેનમાર્ક ઓપન: એક દિવસમાં 3 ભારતીય ખેલાડી, એક જોડી હારી

સાત્વિક અને ચિરાગની જોડી પણ હારીને બહાર

એજન્સી | ઓડેંસે

ડેનમાર્ક ઓપનમાં ગુરુવારનો દિવસ ભારત માટે સારો ના રહ્યો. એક જ દિવસમાં ત્રણ ભારતીય ખેલાડી અને એક જોડી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ, બી સાઈ પ્રણીત, સમીર વર્મા હારી ગયા, જ્યારે સાત્વિક સાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ હારી ગઈ. મહિલા સિંગલ્સમાં પાંચમી સીડ પીવી સિંધુનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાની એન સી યંગ સામે મુકાબલો હતો. યંગે સિંધુને માંડ 40 મિનિટમાં 21-14, 21-17થી સીધા સેટમાં હરાવી દીધી. સિંધુની વર્લ્ડ રેન્કિંગ છ, જ્યારે યંગની 19 છે. ઓગસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી સિંધુની આ ત્રીજી હાર છે. તે ચીન ઓપન, કોરિયા ઓપનમાં પણ હારી ચૂકી છે.

પુરુષ સિંગલ્સમાં સમીરને પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં જ ચીનના ચેન લોંગે 21-12, 21-10થી હરાવી દીધો. આ મેચ પણ 38 મિનિટમાં પૂરી થઈ ગઈ. વર્લ્ડ રેન્કિંગમાં 17મા નંબરના ખેલાડી સમીર પાંચમો રેન્ક ધરાવતા ચેન લોંગ વિરુદ્ધ ત્રણ મેચ રમ્યો, જે ત્રણેય તે હારી ચૂક્યો છે. પ્રણીતને પણ જાપાનના કેન્ટો મોમોતાએ 21-6, 21-14થી હરાવી દીધો. હવે મોમોતા 5-2થી આગળ છે. પુરુષ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની જોડીને બીજા રાઉન્ડમાં ચીનના હાન ચાંગ કેઈ અને ઝોઉ હાઓ ડોંગની જોડીએ 31 મિનિટમાં 16-21, 15-21થી હારનો સામનો કરવો પડ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - denmark open 3 indian players a day one pair lost 063551


from Divya Bhaskar https://ift.tt/33ERI5W
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here