
શાસ્ત્રો અનુસાર કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષ દિવસે પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે કરવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સારા સ્વાસ્થ્યની મનોકામના માટે કરવા ચોથે માતાજીની પૂજા કરી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ વહેલી સવારના ત્રણ વાગ્યે ઉઠી પોતાની સાસુ દ્વારા આપવામાં આવેલી સરગી (ફળ - મીંઠુ દૂધ) પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ આખો દિવસ કોરો ઉપવાસ કર્યો હતો અને રાત્રે સોળે શણગાર સજી ચાળણી દ્વારા ચંદ્રના દર્શન કરી પોતાના પતિનો ચહેરો જોયા બાદ પતિના હાથે જળગ્રહણ કરી ખૂબ જ કઠણવ્રતનું સમાપન કર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MVch7g
via
IFTTT
No comments:
Post a Comment