
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સંતોષી માતાજીના મંદિર પાસે રહેતો વિજય ચુનીલાલ ચાવડા (ઉ.25) નામનો ખલાસી બે દિવસ પહેલા વસરામ માધાભાઇ સોનેરીની માલીકીની બોટમાં માછીમારી કરવા માટે નીકળ્યો હતો. અને આ બોટ પોરબંદરની જેટી સામેથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન જ બોટની છેલ્લે ઉભેલો ખલાસી વિજય અચાનક અકસ્માતે દરિયાના પાણીમાં પડી જતા ડૂબવા લાગ્યો હતો અને લાપતા બન્યો હતો જેથી પીલીણા અને બોટ ધારકોએ રેસ્કયૂ કર્યુ હતુ અને બે દિવસ બાદ આ લાપતા ખલાસીની લાશ હાથ લાગી હતી.
મૃતદેહને ભાવસિંહજી હોસ્પીટલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી. આ ખલાસી અપરણિત હોવાનું પણ જાણવા મળે છે. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારજનોમાં તેમજ માછીમારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BjAizt
via
IFTTT
No comments:
Post a Comment