નવી બ્રેક્ઝિટ ડીલ પર સહમતી, તેને પાસ કરો: બોરિસ જોનસન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

નવી બ્રેક્ઝિટ ડીલ પર સહમતી, તેને પાસ કરો: બોરિસ જોનસન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને યુરોપિયન યુનિયન સાથે નવી બ્રેક્ઝિટ ડીલનું એલાન કર્યું છે. જોકે, અત્યાર સુધી અશક્ય લાગતી ડીલ પર સંમતિ સધાયા પછી પણ જોનસનને આ પ્રસ્તાવ હજુ બ્રિટીશ અને યુરોપિયન યુનિયન સંસદમાં પાસ કરાવવો પડશે. જોનસનની પહેલી પરીક્ષા શનિવારે બ્રિટીશ સંસદના 37 વર્ષ પછી થવા જઈ રહેલા વિશેષ સત્રમાં થશે. ત્યારે આ મામલે વોટિંગ થશે.

સંસદમાં ડીલને લઈને વિશેષ સત્ર બોલાવવા અને મતદાન કરાવવા માટે ગુરુવારે મતદાન કરીને નિર્ણય લેવાયો હતો. આ માટે 287માંથી 275 સાંસદે ડીલની તરફેણમાં મત આપ્યા હતા. આ દરમિયાન જોનસને સાંસદોને ટ્વિટ કરી હતી કે, આપણે એક નવો કરાર હાંસલ કર્યો છે, જ્યાંથી નિયંત્રણ ફરી એકવાર આપણી પાસે હશે. હવે શનિવારે સંસદને બ્રેક્ઝિટની મંજૂરી આપવી જોઈએ, જેથી આપણે રહેણીકરણીના ખર્ચ, એનએચએસ, હિંસક ગુનાખોરી અને પર્યાવરણ જેવી બીજી પ્રાથમિકતાઓ તરફ આગળ વધી શકીએ. બીજી તરફ, યુરોપિયન કમિશનના વડા જ્યાં ક્લાઉડ જંકરે કહ્યું કે, ડીલ પર અમારી સહમતિ છે અને હવે તેને ઝડપથી પૂરી કરવી જોઈએ. જોકે, આ ડીલ પૂરી કરવામાં કમિશન એકલું કાફી નથી, એ માટે 27 દેશની ભાગીદારી પણ જરૂરી હશે.

ઈયુ સાથે મીટિંગમાં જતા પહેલા 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં જોનસન

ઈયુથી અલગ થવામાં ફક્ત 14 દિવસની સમયમર્યાદા

બ્રિટને ઈયુથી અલગ થવા માટે 31 ઓક્ટોબરની સમયમર્યાદા તૈયાર કરી છે. તેમાં હવે 14 દિવસ બાકી બચ્યા છે. જોનસન દ્વારા ડીલ થવાનું એલાન કર્યા પછી આયરલેન્ડે કહ્યું હતું કે, આયરિશ સરહદની પ્રતિબદ્ધતાઓના કારણે તે ડીલનું સમર્થન નહીં કરે, જ્યારે સ્કોટલેન્ડે પણ ડીલ મુદ્દે નાખુશી વ્યક્ત કરી હતી.

નવી ડીલમાં સીમા શુલ્ક વિના વેપાર થશે

બ્રેક્ઝિટ પછી પણ બંને પક્ષ સીમા શુલ્ક વિના અને અસીમિત ક્વૉટા સાથે મુક્ત વેપાર કરાર કરશે. તેમાં તેઓ પર્યાવરણના ઉચ્ચ માપદંડો, ક્લાઈમેટ ચેન્જ અને કર્મચારીઓના હક સાથે નિયમોનું પાલન કરશે.

નાગરિક અધિકારોને લઈને પહેલા થયેલા કરાર અને બ્રિટનના તલાક કાયદા યથાવત્ રહેશે. તે 14 મહિના માટે 2020ના અંત સુધી રહેશે. તેને એક વર્ષ માટે વધારી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - agree on a new brexit deal pass it on boris johnson 063540


from Divya Bhaskar https://ift.tt/2oQsQta
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here